અમરેલી, તા.11: અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ બનાવમાં બે યુવકના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાંસો ખાઈ લેતા ત્રણેયના મૃત્યુ નીપજયાના બનાવ બન્યા છે.
ખાંભા
તાલુકાના જામકા ગામે રહેતા રવજીભાઇ લખમણભાઇ દેવેરા નામના 40 વર્ષીય યુવકે અસ્થિર મગજની
બીમારીના કારણે ગત તા.7ના ગામના કુવાના પાણીમા પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ
નીપજ્યું હતું. જ્યારે રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે રહેતા વિનુભાઈ મનુભાઈ વાળા
નામના 40 વર્ષીય યુવક ગત તા.9ના ઝાંઝરડા ગામે આવેલા તળાવમાં હાથ પગ ધોતા સમયે પગ લપસતા
તળાવમાં ડુબી જવાથી મૃત્યુ હતું. તેમજ રાજુલાના ખેરા ગામે રહેતા મહેશભાઇ જેરામભાઇ ગુજરિયા
નામના 27 વર્ષીય યુવકે અગમય કારણોસર ગત તા.9ના પોતાના રહેણાક મકાને દુપટ્ટા વડે ગળાફાંસો
ખાઈ આપઘાત કર્યો હતો. ત્રણેય બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.