રાજકોટ રૂ.232 કરોડ, ભાવનગરને રૂ.105 કરોડ, જામનગરને રૂ.105 કરોડ તેમજ જૂનાગઢ કોર્પોરેશનને રૂ.65-65 કરોડની ફાળવણી
152 પાલિકાઓને રૂ.858 કરોડની
ભેટ
નવા કામોના આયોજનો સાથે જૂના-પૂર્ણ થયેલા કામોની ખાસ કાળજી લો ઃ મુખ્યમંત્રી
અમારા પ્રતિનિધિ તરફથી,
અમદાવાદ,તા.11 ઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, શહેરી વિકાસ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની
રકમના ચેક અર્પણ કર્યા હતાં જેમાં સૌરાષ્ટ્રની 7 મહાપાલિકાઓને પણ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
રાજકોટ મનપાને રૂ.232 કરોડ,
ભાવનગરને રૂ.105 કરોડ,
જામનગરને રૂ.105 કરોડ
તેમજ જૂનાગઢ કોર્પોરેશનને રૂ.65-65 કરોડની
ફાળવણી કરવામાં આવી છે.આ ઉપરાંત પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિતની રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ નવસારી, મહેસાણા,વાપી, નડિયાદ અને આણંદને કુલ રૂ.55-55 કરોડની
ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનને સૌથી વધુ રૂ.870 કરોડ,
સુરતને રૂ.770 કરોડ
અને વડોદરા કોર્પોરેશનને રૂ.285 કરોડની
ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે ’અ’ વર્ગની કુલ 41 નગરપાલિકાઓને
રૂ. 307.50 કરોડ,
’બ’ વર્ગની 34 નગરપાલિકાઓને
રૂ. 221 કરોડ
ફાળવવામાં આવ્યા છે. ’ક’ વર્ગની 60 નગરપાલિકાઓને
રૂ. 270 કરોડ
અને ’ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને
રૂ. 59.50 કરોડની
ગ્રાન્ટ આપવામાં આવી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવી બનતી ટી.પી. સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેનો પણ લોકોની સુખાકારી માટે બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક વગેરેના નિર્માણ ઉપરાંત અમલ થાય તે જરૂરી છે. નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય, જેટલા કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે. શહેરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ આર.સી.સી.ના જ બને. સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય તે જરૂરી છે. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવા આવશ્યક છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે 20 વર્ષ
શહેરી વિકાસના તથા અનંત અનાદિ વડનગર વારસાથી વિકાસની ગૌરવ ગાથા કોફી ટેબલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નાણાં વિના શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી પણ આપણે આ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.