• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

શિહોર પાસેથી રૂ. 5.99 લાખની કિંમતનો 11.99 કિલો ગાંજો ઝડપાયો

ભાવનગર, તા.11: ગુજરાત સરકારના નશા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્ર વી. અન્સારી અને જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ટીમે નાર્કોટિક્સ ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ. ભરતભાઇ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદાણા ગામે આવેલા રામનગર ખાતેના એક મકાનમાં રેઇડ પાડવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ 11.990 કિલોગ્રામ સુકા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 5,99,500/- જેટલી થાય છે.

પોલીસે આ કેસમાં ગુંદાણા રામનગર ખાતે રહેતા દીપક ઉર્ફે દીપો નારણભાઇ ચૂડાસમા (ઉં.વ. 50) ની અટકાયત કરી એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિહોર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક