નવી દિલ્હી, તા.11: ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટની શ્રેણીનો 15 ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે. ભારત - શ્રીલંકા વચ્ચેની એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સ્ટાર બેટર વિરાટ કોહલીનાં નામે છે. તેણે 2017-18માં રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણીની પાંચ ઇનિંગમાં ત્રણ સદી અને એક અર્ધસદી સાથે કુલ 610 રન ફટકાર્યા હતા. આ દરમિયાન કોહલીની સરેરાશ રહી હતી 152.50 સર્વાધિક સ્કોર હતો 243 રન.
આ મામલે
બીજા નંબર પર શ્રીલંકાનો ઓપનર સનથ જયસૂર્યા છે. તેણે 1997માં ભારત સામેની બે ટેસ્ટની
શ્રેણીમાં બે સદી સાથે કુલ 571 રન બનાવ્યા
હતા. આ દરમિયાન જયસૂર્યાની સરેરાશ 190.30 રહી હતી. આ શ્રેણીમાં જયસૂર્યાએ ત્રેવડી સદી
પણ ફટકારી હતી. તેણે 340 રનની વિક્રમી ઇનિંગ રમી હતી.
ભારતના
આક્રમ ઓપનર વિરેન્દ્ર સેહવાગે 2009-10માં 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4 ઇનિંગમાં 2 સદીથી
491 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 122.75 રનની હતી. આ શ્રેણીમાં સેહવળા ત્રેવડી સદી ચૂકી ગયો હતો અને
293 રને આઉટ થયો હતો.
વર્તમાન
સિરીઝમાં ભારતીય કપ્તાન શુભમન ગિલ, કે એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની નજર આ સૂચિમાં
સામેલ થવા પર રહેશે જ્યારે શ્રીલંકા તરફથી કુસલ પેડિકલ, કામિન્ડુ મેન્ડિસ અને કપ્તાન
ધનંજય ડિ’સિલ્વા પર નજર રહેશે.