કોમનવેલ્થ -2026ના સમાપનમાં યજમાન બેટન સોંપાશે અમદાવાદને
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 1: અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ તેની શતાબ્દીની પણ ઉજવણી કરશે. 1930માં
કેનેડાના હેમિલ્ટનમાં યોજાયેલી પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 2030માં અમદાવાદ ખાતે તેનાં
100 વર્ષ પૂર્ણ કરશે. આટલા મોટા આંતરરાષ્ટ્રીય આયોજન માટે સરકાર અને અમદાવાદ શહેર પુરજોશથી
તૈયારી કરી
રહ્યું
છે.
ગ્લાસગો
ખાતે હાલમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
હાજર રહ્યા છે. ગ્લાસગોમાં રમતનાં સમાપન સમારંભમાં ગીત સંગીતની ઉજવણી સાથે સાથે કોમનવેલ્થ
ગેમ્સના 2030ના યજમાન તરીકે અમદાવાદનું સ્વાગત પણ કરશે. આ ઉજવણી દરમિયાન હેન્ડ ઓવરની
સેરેમની પણ થશે. ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ દરમિયાન
રવિવારે યજમાન બેટન અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે.
આ ઐતિહાસિક ક્ષણ સાથે અમદાવાદની 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદ તરફની સત્તાવાર યાત્રાનો
પ્રારંભ થશે.
કોમનવેલ્થ
સંગઠન આ બાબતે જણાવે છે કે, આ બેટન કોમનવેલ્થના તમામ 74 રાષ્ટ્ર અને પ્રદેશોમાંથી ગુજરે
છે. દરેક રાષ્ટ્ર અને પ્રદેશ માટે એક બેટન બનાવાશે. જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અને સર્જનાત્મકતા
સાથે તેને પોતાની રીતે શણગારી શકે છે.
ગ્લાસગોમાં
યોજાનાર આ હેન્ડઓવર સેગમેન્ટ ત્રણ એક્ટમાં ભજવવામાં આવશે. પ્રથમ એક્ટ ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો હશે જ્યારે એક્ટ બીજો એ શાસ્ત્રીય
ભારતીય જુગલબંદી હશે. સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટીશ પાઇપ પ્લેયર રોસ એન્સલી
વચ્ચે જુગલબંધી રચાશે. જે ગ્લાસગો 2026 ને અમદાવાદ 2030 સાથે જોડશે જ્યારે છેલ્લા એક્ટમાં
સમગ્ર ભારતની યાત્રા દર્શાવવામાં આવશે. જેમાં ખાસ કરીને ગુજરાતની વાત હશે.
ગ્લાસગો
2026ના ચીફ માર્કાટિંગ એન્ડ સેરેમનીઝ ઓફિસર લુઈસા મેહોને જણાવ્યું હતું કે : ‘આ હેન્ડઓવર
એ કોઇ ઔપચારિકતા નથી. આ ઘટના એક જ સ્ટેજ પર બે રાષ્ટ્રોની ભાવના વ્યક્ત કરશે. જ્યાં
સિતાર અને પાઇપ્સ વચ્ચેના થનારી અસાધારણ જુગલબંધી થશે. જેમાં વંદે માતરમની ઉજવણી પણ
સામેલ હશે. આ ઉપરાંત ગ્લાસગોના દર્શકોને અમદાવાદ 2030માં શું આવી રહ્યું છે તેની પણ
પ્રથમ ઝલક આપવામાં આવશે.’