સિઉટા, તા. 31 : સ્પેનમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે 18 આફ્રિકી હિજરતીનાં મોત થયાં હતાં. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે સવારે બની હતી, જ્યારે 3 હજાર પ્રવાસીઓ એકસાથે સ્પેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સરહદ પર પોલીસની ઘેરાબંધી અને
સુરક્ષા વાડ વચ્ચે સાંકડા રસ્તાઓને કારણે લોકો એકબીજા પર પડી ગયા હતા. ભીડમાં દબાઈ
જવાથી, શ્વાસ રૂંધાવાથી અને સમુદ્રમાં ડૂબી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન
સ્પેન અને મોરોક્કોના 100થી વધુ સૈનિકો પણ ઘાયલ થયા હતા.