• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

મોદીનાં વીડિયોનાં વિવાદ પછી મેટા વીઆઈપી માટે લાગુ કર્યા ખાસ નિયમ

નવી દિલ્હી, તા.31: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસબૂક વીડિયો હંગામી રીતે હટાવી નાખવામાં આવતાં પેદા થયેલા વિવાદ બાદ મેટાએ કડક પગલાં ભરતા હવે વીઆઈપી એકાઉન્ટ માટે નવા નિયમો(પ્રોટોકોલ) લાગુ કરી દીધા છે.

આઈટી સચિવ કૃષ્ણને જણાવ્યું હતું કે, મેટા તરફથી આ બારામાં સરકારને પત્ર પાઠવીને ખેદ પ્રગટ કરવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું હતું કે, 28 જુલાઈ પછી આવું બનતું અટકાવવા માટે વધારાનાં સુરક્ષા ઉપયોગ લાગુ કરવામાં આવ્યા છે. સરકાર હાલ કંપનીની સ્પષ્ટતાની ચકાસણી કરી રહી છે.

આ સાથે જ મોદીનો વીડિયો હટાવી નાખવામાં આવ્યો તેની ટેકનિકલ અને નીતિગત બાબતો ઉપર ચર્ચા માટે આગામી 7થી 10 દિવસની અંદર મેટાનાં વૈશ્વિક અધિકારી અને ભારત સરકાર વચ્ચે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ નક્કી કરવામાં આવી છે. જેમાં સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દા ઉપર મેટાની પ્રતિક્રિયા ઉપર પણ વિચારણા કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક