કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનાર અસ્મિતા ડે અને હર્ષ સિંહ ભારતના પહેલા ખેલાડી
મુક્કેબાજીમાં
પ્રીતિ, જેસ્મિન અને અંકુશ ફાઇનલમાં
ગ્લાસગો,
તા.31: ભારતની અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો
છે. જૂડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા તેઓ ભારતની પહેલા ખેલાડી બન્યા છે. મહિલાઓની
48 કિલો સ્પર્ધાના ફાઇનલમાં અસ્મિતાએ રસાકસી બાદ કેનેડાની હેડી કોચ સામે જીત મેળવી
હતી. નિર્ધારિત ચાર મિનિટમાં સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો. આ પછી સડન ડેથમાં અસ્મિતાએ
રોમાંચક વિજય સાથે સુવર્ણ ચંદ્રક કબજે કર્યોં હતો. જયારે હર્ષ સિંહે પુરુષોની 60 કિલોની
જૂડો સ્પર્ધાના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી જોશુઆ કેટજને 10-0 પોઇન્ટથી હાર આપી
સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
બીજી
તરફ મુક્કેબાજીમાં ભારતના ઓછામાં ઓછા ત્રણ રજત ચંદ્રક નિશ્ચિત બની ગયા છે. ભારતની સ્ટાર
મહિલા બોકસર પ્રીતિ પવાર અને પ્રતિભાશાળી અંકુશ પંઘાલ તેમના વર્ગની સ્પર્ધાના ફાઇનલમાં
પહોંચી ગયા છે. જયારે જેસ્મિન લંબોરિયાએ પણ પ7 કિલો વર્ગની સ્પર્ધામાં ફાઇનલમાં જગ્યા
બનાવી હતી. તેમની પાસે ગોલ્ડ મેડલ જીતવાની સોનેરી તક છે.
પ4
કિલો વર્ગની મહિલા મુક્કેબાજી સ્પર્ધાના સેમિ ફાઇનલમાં 22 વર્ષીય પ્રીતિ પવારનો જામ્બિયાની
બોકસર વિરુદ્ધ પ-0થી જોરદાર વિજય થયો હતો. સ્પર્ધાના તમામ પાંચેય રાઉન્ડમાં પ્રીતિ
પવારે દબદબા સાથે જીત નોંધાવી હતી. ફાઇનલની પ્રીતિની ટક્કર કેનેડાની અનુભવી ખેલાડી
સ્કારલેટ ડેલગાડો વિરૂધ્ધ થશે.
જયારે
પુરુષોની 80 કિલોની મુક્કેબાજી સ્પર્ધામાં ભારતના અંકુશ પંઘાલનો કેનેડાના જોશુઆ ઓફોરી
વિરૂધ્ધ પ-0થી સેમિ ફાઇનલામં જોરદાર જીત થઇ હતી. આથી તે ફાઇનલમાં પહોંચી ગયો છે અને
તેની પાસે પણ ગોલ્ડ મેડલ જીતવાની તક છે.