• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

મોંઘવારી તહેવારોનો આનંદ ઘટાડશે

- હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટસ, હેવલ્સનાં ઉત્પાદનોમાં ભાવવધારો આવશે

 

મુંબઈ, તા. 1 દેશની સૌથી મોટી એફએમસીજી કંપનીઓ તહેવારી મોસમની પહેલાં સળંગ બીજા ત્રિમાસિક ગાળામાં પોતાનાં ઉત્પાદનોના ભાવોમાં વધારો કરવાની તૈયારીમાં છે.

ટૂથપેસ્ટથી માંડીને ટાયર તેમજ પેઈન્ટસ (રંગો)ની કિંમતો વધવાની છે. મધ્ય-પૂર્વમાં જારી સંઘર્ષનાં કારણે ઉત્પાદનખર્ચ સતત વધી રહ્યો છે.

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ આગામી ત્રિમાસિક ગાળામાં ડિટર્જન્ટ અને ડિશવોશિંગ બાર જેવી કેટેગરીની કિંમતો વધારશે.

સિવાય એશિયન પેઈન્ટસ સહિત સાત અન્ય કંપની પણ ભાવવધારો કરવાની તૈયારી કરી રહી છે.

હિન્દુસ્તાન યુનિલિવરના મુખ્ય નાણાકીય અધિકારી નિરંજન ગુપ્તાએ જણાવ્યું હતું કે, બહારના ઉતારચડાવનાં કારણે ક્રૂડતેલ સાથે જોડાયેલી વસ્તુઓ મોંઘી થઈ રહી છે.

હેવલ્સ ઈન્ડિયા તેનાં ઉત્પાદનોના ભાવ આઠ ટકા સુધી વધારી ચૂકી છે. ટાટા સોલ્ટની કિંમતમાં લગભગ સાત ટકા વધારો થઈ ચૂક્યો છે.

તહેવારી દિવસોમાં મજબૂત માંગનાં કારણે કંપનીઓ ઉત્પાદનમાં થતા ખર્ચમાં થયેલા વધારાનું ભારણ ગ્રાહકો પર નાખી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક