નવી દિલ્હી, તા.31: આઇસીસી તરફથી પુરુષ વન ડે વર્લ્ડ કપ-2027ના 12 યજમાન શહેરના નામની આજે સત્તાવાર ઘોષણા થઇ છે. આ વખતે વન ડે વર્લ્ડ કપ દ. આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુકત યજમાનીમાં આયોજિત થયો છે. વન ડે વિશ્વ કપ આયોજનની સંભવિત તારીખ 4 ઓકટોબરથી 21 નવેમ્બર-2027 છે.
દ.
આફ્રિકામાં જોહાનિસબર્ગ, સેન્યૂરિયન, ડરબન, કુબેખા, કુગોમ્પો સિટી, કેપટાઉન, પર્લ અને
બ્લોમફોંટમ ખાતે પ4 મેચ રમાશે. ફાઇનલ મુકાબલો જોહાનિસબર્ગ અથવા ડરબનમાં રમાશે. ઝિમ્બાબ્વેના
ત્રણ શહેર હરારે, બુલવાયો અને વિકટોરિયા ફોલ્સ ખાતે 7થી 10 મેચ રમાશે જ્યારે નામીબિયાની
રાજઘાની વિંડહોકમાં વન ડે વર્લ્ડ કપના ઓછામાં ઓછા ત્રણ મેચ આયોજિત થશે. આઇસીસી દ્રારા
જે નામ જાહેર થયા છે તેમાં એકમાત્ર વિકટોરિયા ફોલ્સ નવું વેન્યૂ છે. જયાં વર્ષના અંતમાં
10000 દર્શક ક્ષમતા સાથેનું નવું સ્ટેડિયમ તૈયાર થઇ જશે.
દ.
આફ્રિકાના બે સિટી બેનોની અને પોટચેફસ્ટ્રુમને વોર્મઅપ મેચ માટે પસંદ કરાયા છે. વન
ડે વર્લ્ડ કપ આફ્રિકાની ધરતી પર 24 વર્ષ બાદ રમાશે. આ પહેલા 2003માં દ. આફ્રિકા, કેન્યા
અને ઝિમ્બાબ્વેના સંયુક્ત યજમાન પદે વન ડે વિશ્વ કપ રમાયો હતો.