ગોલ્ડની હેટ્રિક રચી ઈતિહાસ રચતી મીરાબાઇ
ગ્લાસગો તા.26ઃ ભારતની સ્ટાર વેઇટ લિફટર મીરાબાઇ ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક રચીને ઈતિહાસ સર્જ્યોં છે. મીરાબાઇએ આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. તેણીએ 48 કિલો
વજન ગ્રુપમાં પહેલા સ્થાને રહી સુવર્ણ ચંદ્રક કબજે કર્યોં હતો. આ ઉપરાંત પુરુષ વર્ગની 60 કિલો
જૂથની સ્પર્ધામાં ભારતના ઋષિકાંત સિંહે પણ શાનદાર દેખાવ કરી રજત ચંદ્રક જીત્યો હતો. ચંદ્રક વિતરણ સમારંભમાં જયારે ભારતનું રાષ્ટ્રગાન ગુંજયું ત્યારે મીરાબાઇ તેના આંસુ રોકી શકી ન હતી.
મીરાબાઇ ચાનૂએ 48 કિલો
વજન જૂથની સ્પર્ધામાં સ્નેચમાં રેકોર્ડ તોડીને 8પ કિલો વજન ઉઠાવ્યું હતું. આ પછી કલીન એન્ડ જર્કમાં 10પ કિલો વજન ઉંચકી કુલ 190 કિલો
વજન સાથે ગોલ્ડ મેડલની હકદાર બની હતી. મીરાબાઇ ચાનૂએ અગાઉ 2018 અને
2022ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. હવે ગ્લાસગોમાં ફરી એકવાર ગોલ્ડ મેડલ કબજે કરી હેટ્રિક રચી છે.
જયારે ભારતના 28 વર્ષીય
વેઇટ લિફટર ચનંબમ ઋષિકાંત સિંહે પુરુષોની 60 કિલોની
સ્પર્ધામાં શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ઋષિકાંત સિંહે શરૂઆત જોરદાર રીતે કરી હતી અને સ્નેચ રાઉન્ડમાં ત્રીજા પ્રયાસમાં 121 કિલો
વજન ઉંચકીને નવો કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો હતો. સ્નેચ રાઉન્ડની સમાપ્તિ પર તે મલેશિયાના ખેલાડી બિન કાસદાન મોહમ્મદ અનિક સાથે બરાબરી પર રહી ટોચ પર હતો. કલીન એન્ડ જર્ક રાઉન્ડમાં ઋષિકાંતે પહેલા પ્રયાસમાં 143 કિલો
વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયાસમાં તે 148 કિલો
વજન ઉપાડી શકયો ન હતો. જયારે ત્રીજા પ્રયાસમાં 1પ1 કિલો વજન ઉંચકવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો. આથી કુલ 264 કિલો
(સ્નેચ 121 અને કલીન એન્ડ જર્ક 143 કિલો)
સાથે રજત ચંદ્રકનો હકદાર બન્યો હતો. મલેશિયાના અનિકે 273 કિલો
વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઋષિકાંત સિંહ મણીપુરનો વતની છે.