કેનેડાએ ફીફા વિશ્વકપ ઈતિહાસમાં પહેલો પોઇન્ટ મેળવ્યો
નવી
દિલ્હી, તા. 13 : ફીફા વિશ્વકપ 2026ના સહ મેજબાન અમેરિકાએ ટૂર્નામેન્ટનો આગાઝ ધમાકેદાર
જીત સાથે કર્યો છે. એકતરફી મુકાબલામાં અમેરિકાએ પરાગ્વેને 4-1થી હરાવ્યું હતું. અમેરિકા
તરફથી ફોલારિન બાલોગુને શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ કર્યા હતા. અમેરિકાની ટીમ પૂરા
મેચમાં હાવી રહી હતી અને પરાગ્વેને વાપસી કરવાની તક આપી નહોતી. મુકાબલાની સાતમી મિનિટે
જ ડેમિયન બોબાડિલાએ ઓન ગોલ કરીને અમેરિકાને 1-0થી આગળ કરી દીધું હતું.
મેચની
31મી મીનિટે ફોલારિન બાલોગુને અમેરિકાની બઢત બમણી કરી દીધી હતી. બાદમાં ફોલારિને ફરી
ગોલ કરીને અમેરિકાને મુકાબલામાં 3-0થી આગળ કરી દીધું હતું. પરાગ્વેને બીજા હાફમાં વાપસીની
તક મળી હતી અને મોરીસિયોએ પહેલો ગોલ કર્યો હતો. જો કે બાદમાં અમેરિકાએ પણ આક્રમકતા
વધારીને પરાગ્વેના ડિફેન્સ ઉપર સતત દબાણ કર્યું હતું. નિર્ધારિત 90 મિનિટ બાદ સ્પોટેજ
ટાઇમમાં ગિયોવાની રેયનાએ અમેરિકાની બઢતને 4-1ની કરી હતી.
આ ઉપરાંત
કેનેડાએ પહેલા મેચમાં શાનદાર વાપસી કરતા બોસ્વાનિયા સામે 1-1થી ડ્રો રમ્યો હતો. ટોરંટો
સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં કેનેડા તરફથી અંતિમ સમયમાં સાઇલ લારિને ગોલ કરીને હારથી
બચાવ્યું હતું. આ પરિણામ સાથે કેનેડાએ વિશ્વકપ ઈતિહાસમાં પહેલો પોઇન્ટ મેળવ્યો હતો.
આ ટીમનો ત્રીજો ફીફા વિશ્વકપ છે અને અત્યારસુધીમાં રમાયેલા તમામ છ મેચમાં તેને હાર
મળી છે.