ઝેક ગણરાજય વિરુદ્ધ દ. કોરિયાનો 2-1થી રોમાંચક વિજય
મેક્સિકો
સિટી, તા.12: ફૂટબોલ વર્લ્ડ કપના ઉદ્ઘાટન મેચમાં સહ યજમાન દેશ મેક્સિકોનો સાઉથ આફ્રિકા
સામે 2-0 ગોલથી શાનદાર વિજય થયો હતો જ્યારે બીજા મેચમાં દ. કોરિયાએ રોમાંચક ટક્કર પછી
ઝેક રિપબ્લિક વિરુદ્ધ 2-1થી રોચક જીત મેળવી હતી.
ફીફા
વર્લ્ડ કપનો પ્રારંભ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે થયો હતો. સંગીત, રોશની, આતશબાજી અને
પોપ સિંગર શકિરા અને નાઇઝીરિયાના કલાકાર બર્ના બોય દ્વારા શાનદાર પ્રસ્તૃતિ રજૂ થઇ
હતી. જે નિહાળીને દુનિયાભરના દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. ઉદ્ઘાટન સમારંભ બાદ સ્પેનિશ
હિરોઇન સલમા હાયેક અને ફીફા અધ્યક્ષ જિયાની ઇન્ફેંટિનોએ ફૂટબોલ વિશ્વ કપ-2026ની સત્તાવાર
શરૂઆત કરાવી હતી.
મેક્સિકો-દ.
આફ્રિકા મેચ: યજમાન દેશ મેક્સિકોએ શરૂઆતથી આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. મેચની
નવમી મિનિટે જૂલિયન ક્વિનોન્સે આફ્રિકાની રક્ષા હરોળને ભેદીને મેક્સિકો માટે પહેલો
ગોલ કર્યો હતો. આ પછી બીજા હાફમાં 67મી મિનિટે રાઉલ જિમેનેજે ગોલ કરીને મેક્સિકોની
2-0થી જીત નિશ્ચિત કરી હતી. વિશ્વ કપના પહેલા મેચમાં જ બન્ને ટીમના 1-1 ખેલાડીને રેડ
કાર્ડ મળ્યા હતા.
દ.
કોરિયા-ઝેક ગણરાજય મેચ: ગ્રુપ એના બીજા મેચમાં એશિયન ટીમ દ. કોરિયાએ રસાકસી પછી ઝેક
ગણરાજય સામે 2-1થી જીત મેળવી હતી. મેચનો પહેલો હાફ ગોલરહિત નિરસ રહ્યો હતો. મેચની પ9મી
મિનિટે ઝેક કપ્તાન લાડિસલાવ ક્રેજસીએ હવામાં ઉછળી હેડરથી શાનદાર ગોલ કર્યોં હતો. આથી
ઝેક ટીમ 1-0થી આગળ થઇ હતી. જો કે કોરિયાએ વળતો પ્રહાર કરીને 67મી મિનિટે બરાબરીનો ગોલ
કર્યો હતો. કોરિયન સ્ટાર હ્વાંગ ઇન બિઓમે ગોલ કર્યો હતો. 80મી મિનિટે ઓહ હિયોને નિર્ણાયક
ગોલ કરીને દ. કોરિયાને 2-1થી જીત અપાવી હતી.