ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે ટીમ ઇન્ડિયાનું એલાન : તિલક વર્મા ઉપકેપ્ટન બન્યો : સૂર્યા પાસેથી T-20ની કેપ્ટનશીપ ગઈ અને ટીમમાંથી પણ બાદબાકી
નવી
દિલ્હી, તા. 6 : આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટી20 શ્રેણીની સાથે સાથે એશિયન ગેમ્સ
માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. મેન્સ સિલેક્શન પેનલની બીસીસીઆઇ હેડક્વાર્ટરમાં
બેઠક થઈ હતી, જેમાં ટીમન અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં ટીમનું
એલાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કર્યું હતું. ત્રણેય
ટૂર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશીપ શ્રેયસ અય્યર કરશે જ્યારે તિલક વર્મા ઉપકેપ્ટન બન્યો
છે. આ ઉપરાંત 15 વર્ષીય તોફાની બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પહેલી વખત સીનિયર ટીમમાં
સામેલ કરવામાં આવ્યો છે.
ફાસ્ટ
બોલર જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટી20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો
છે. તે એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને મોહમ્મદ સિરાજની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.
જો કે સિરાજને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસે સામેલ કરવામાં આવ્યો છે.
સૂર્યકુમાર
યાદવ પાસેથી ટી20ની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે અને ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો
નથી. બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલ કમિટીની બેઠકમાં સૂર્યાને હટાવવાનો નિર્ણય લેવામાં
આવ્યો હતો અને શનિવારે ઔપચારિક એલાન થયું હતું. ઇંગ્લેન્ડ સામે વનડે શ્રેણી માટે ટીમની
ઘોષણા બાદમાં કરવામાં આવશે. બીસીસીઆઇઇ દ્વારા શ્રીલંકામાં બે મલ્ટી ડે મેચ માટે ઇન્ડિયા
એ સ્ક્વોડની પણ ઘોષણા કરી હતી.
ઇંગ્લેન્ડ
સામે ટી20 ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલમ વર્મા (ઉપકેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક
શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજૂ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન
કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, વૈભવ
સૂર્યવંશી.
એશિયન
ગેમ્સ માટે ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપકેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક
શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા,
ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી
આયર્લેન્ડ
પ્રવાસે ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપકેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક
શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન
કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, વૈભવ
સૂર્યવંશી