કોચ ગંભીરે સેમસનનું નામ આગળ કર્યું : અગરકર શ્રેયસની તરફેણમાં
નવી
દિલ્હી, તા.4: સૂર્યકુમાર યાદવને કપ્તાન પદેથી હટાવવાનું લગભગ નિશ્ચિત બન્યા પછી હવે
ટી-20ના નવા સુકાનીની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. બીસીસીઆઇએ સૂર્યકુમાર યાદવને આગામી
આયરલેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસની બહાર રાખવાનો નિર્ણય લઈ લીધો હોવાના રિપોર્ટ છે. પહેલા
એવી ખબર સામે આવી હતી કે શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાનો નવો ટી-20 કેપ્ટન બનશે. ચીફ સિલેકટર
અજીત અગરકર શ્રેયસ અય્યરને સુકાન સોંપવાની તરફેણમાં છે. જે સામે હેડ કોચ ગૌતમ ગંભીરને
વાંધો છે. ગંભીરે સંજૂ સેમસન પર પસંદગી ઉતારી છે.
જો
કે બીસીસીઆઇ સંજૂ સેમસન અને ઇશાન કિશનમાંથી કોઇને પણ કેપ્ટન બનવવા માગતા નથી. બન્ને
ફકત વિકેટકીપરની જવાબદારી જ સંભાળશે. ટી-20 ફોર્મેટના કેપ્ટનની રેસમાં નવું નામ પણ
સામે આવ્યું છે અને તે છે તિલક વર્મા. તિલક વર્મા આ જવાબદારી માટે બિન અનુભવી છે. આમ
છતાં તે સુકાનીની દોડમાં સામેલ થયો છે. શુભમન ગિલે આઇપીએલમાં ટાઇટન્સનું શાનદાર નેતૃત્વ
કર્યું હતું. તે ટીમ ઇન્ડિયાનો ઓલ ફોર્મેટ કેપ્ટન બની શકે છે. છેલ્લે આ ભૂમિકા રોહિત
શર્માએ સંભાળી હતી.