શિક્ષક ભરતી કૌભાંડમાં ટીએમસી નેતાને 15 જૂને પૂછપરછ માટે હાજર થવા ફરમાન
કોલકાતા,
તા. 4 : ટીએમસી નેતા અને લોકસભા સાંસદ અભિષેક બેનરજીની મુશ્કેલી વધે તેવા સંકેત મળી
રહ્યા છે. અહેવાલ અનુસાર ઈડી દ્વારા અભિષેકને તલબ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પ્રાઈમરી
ટીચર ભરતી મામલે કરવામાં આવી છે. આ મામલે અભિષેક બેનરજીની ધરપકડ થાય તેવી અટકળો પણ
શરૂ થઈ છે. આ એક્શન એવા સમયે લેવાઈ રહ્યા છે જ્યારે ટીએમસી મહાસચિવ હસ્તાક્ષર કાંડમાં
ઘેરાયેલા છે અને સીઆઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઈડીએ
પ્રાથમિક શાળામાં ભરતીમાં અનિયમિતતા મામલે 15મી જૂને પૂછપરછ માટે હાજર થવા સમન પાઠવ્યું
છે. ઈડીની એક ટીમ અભિષેક બેનરજીના કાલીઘાટ રોડ સ્થિત આવાસે પહોંચી હતી અને એક કર્મચારીને
સમન સોંપ્યું હતું કારણ કે અભિષેક બેનરજી આવાસે હાજર નહોતા.