• શુક્રવાર, 05 જૂન, 2026

વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની વન ડે શ્રેણી બહાર

રોહિત શર્માનું પણ રમવું શંકાસ્પદ

નવી દિલ્હી, તા.4: અફઘાનિસ્તાન વિરુદ્ધની વન ડે શ્રેણી અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડયો છે. સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વન ડે શ્રેણીની બહાર થઈ ગયો છે. બીસીસીઆઇએ જણાવ્યું છે કે પગના સ્નાયૂ ખેંચાઈ જવાને વિરાટ કોહલી શ્રેઁણીમાંથી હટી ગયો છે. એવા પર રિપોર્ટ સામે આવ્યા છે કે રોહિત શર્મા પણ અનફિટ છે. આથી તેનું પણ આ શ્રેણીમાં રમવું શંકાસ્પદ છે.

પોતાની ચુસ્ત ફિટનેસ માટે જાણીતા વિરાટ કોહલીએ હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં શાનદાર દેખાવ કરીને 67પ રન કર્યા હતા અને ફાઇનલમાં અણનમ 7પ રનની ઇનિંગ રમી આરસીબીને બીજીવાર ચેમ્પિયન બનાવી હતી. ફાઇનલ દરમિયાન જ કોહલીને આ ઇજા થઈ હતી. કોહલીને ઘૂંટણના પાછળના ભાગે માંસપેશીઓમાં ઇજા થઈ છે. આથી તેને ઓછામાં ઓછું 20 દિવસ મેદાન બહાર રહેવું પડશે.

રોહિત શર્માને પણ હેમસ્ટ્રિંગ ઇન્જરી છે. તેને બીસીસીઆઇએ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવ્યો છે. તે પણ લગભગ અફઘાનિસ્તાન સામેની વન ડે શ્રેણીમાં ખસી જશે તેવું જાણવા મળે છે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની વન ડે શ્રેણી 13 જૂનથી શરૂ થવાની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક