• ગુરુવાર, 04 જૂન, 2026

સિરાજ અફઘાનિસ્તાન સામેના ટેસ્ટની લગભગ બહાર થશે

ટીમ ઇન્ડિયાએ એકમાત્ર ટેસ્ટની તૈયારી શરૂ કરી

ન્યૂ ચંદિગઢ, તા.3: ટીમ ઇન્ડિયા શનિવારથી અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો નથી. હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ આજથી ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરી છે. પસંદ થયેલા મોટાભાગના ખેલાડી ચંદિગઢ પહોંચી ગયા છે. ખેલાડીઓની નેટ પ્રેક્ટીસનો વીડિયો બીસીસીઆઇએ શેર કર્યો છે.

આ દરમિયાન એવી ખબર સામે આવી છે કે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અનફિટ હોવાથી અફઘાનિસ્તાન સામેનો ટેસ્ટ લગભગ ગુમાવશે. સિરાજને આઇપીએલ ફાઇનલ દરમિયાન પગના સ્નાયૂ ખેંચાઇ જવાની સમસ્યા ઉભી થઇ હતી. સિરાજ જો ટેસ્ટ ટીમની બહાર થશે તો તેના સ્થાને જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીનો ભારતીય ટીમમાં સમાવેશ થઈ શકે છે. તે હાલ ટીમ સાથે નેટ બોલર તરીકે સામેલ છે. નબીએ રણજી ટ્રોફી સીઝનમાં સૌથી વધુ 60 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક