• શુક્રવાર, 05 જૂન, 2026

મોરબી : જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ

મોરબી, તા.4 : મોરબી જિલ્લામાં અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં અકાળે મૃત્યુ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકા અને વાંકાનેર તાલુકામાં બનેલી આ ઘટનાઓમાં એક પરિણીત યુવતીનું બ્રેઇન હેમરેજનાં કારણે, એક યુવકનું ડેમના પાણીમાં ડૂબી જવાથી અને અન્ય એક શ્રમિક યુવતીનું સિરામિકના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પટાકાતાં મૃત્યુ નીપજ્યું છે.

મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના બેલા ગામની સીમમાં મામા કેમિકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા 20 વર્ષીય ભાવનાબેન મહેશભાઈ ડામોરને છેલ્લા બે દિવસથી સખત તાવ આવ્યો હતો અને ઉલ્ટીઓ થવા લાગી હતી. આથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આઇસીયુમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન અચાનક આચકી આવતા બ્રેઇન હેમરેજ થઈ જવાને કારણે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં મોરબીના વજેપર વિસ્તારની શેરી નં.5, વાલ્મીકિ વાસમાં રહેતા 26 વર્ષીય પરેશભાઇ રશીકભાઇ પઠાણ નામના યુવક જોધપર નદી ગામ પાસે આવેલા મચ્છુ-2 ડેમ તરફ ગયા હતા, જ્યાં તેઓ ડેમના ઊંડા પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું. ત્રીજી ઘટનામાં વાંકાનેરના સરતાનપર રોડ પર લેન્ડ ડેકોર સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કરતા 28 વર્ષીય રૂપાબેન ચંદાલાલ પટેલ ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડવાના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યું નીપજ્યું હતું.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક