• ગુરુવાર, 04 જૂન, 2026

ફ્રેંચ ઓપનમાંથી નંબર વન સબાલેંકા આઉટ

રૂસી ખેલાડી ડાયના શ્રાઇડરને હાર આપી

પેરિસ, તા.3 : ફ્રેંચ ઓપનમાં ફરી મેજર અપસેટ થયો છે. મહિલા વિભાગની નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકાની ક્વાર્ટર ફાઇનલમાં હાર થઈ છે. તેની સામે રૂસી ખેલાડી ડાયના શ્રાઇડરનો 3-6, 7-પ અને 6-0થી જબરદસ્ત વિજય થયો હતો અને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

પોલેન્ડની વિશ્વ નંબર 113 ખેલાડી માજા ચ્વાલિંસ્કાએ ફ્રેંચ ઓપનના મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. તેણી ક્વાર્ટર મેચમાં રૂસી ખેલાડી અને વિશ્વ નંબર 22 અન્ના કલાનિસકોવા સામે 7-6 અને 6-3થી જીત મેળવી છે. બિન ક્રમાંકિત ખેલાડી તરીકે ફ્રેંચ ઓપનના અંતિમ-4 રાઉન્ડમાં પહોંચનારી તેણી બીજી મહિલા ખેલાડી બની છે. જ્યારે મેન્સ સિંગલ્સમાં જર્મનીના બીજા ક્રમના ખેલાડી એલેક્ઝાંડર જેવરેવે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેની પાસે પહેલો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાની તક છે. ક્વાર્ટરમાં જેવરેવનો સ્પેનના રાફેલ જોડર સામે 7-6, 6-1 અને 6-3થી વિજય થયો હતો. અન્ય એક ક્વાર્ટર મેચમાં ઝેક ગણરાજ્યના ખેલાડી યાકૂબ મેન્સિકે જીત સાથે પહેલીવાર સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે બ્રાઝિલના જોઆઓ ફોંસેકા વિરુદ્ધ 6-4, 6-3 અને 7-6થી વિજય મેળવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક