બાંગ્લાદેશ સુધી ખળભળાટ મચાવનાર મમતાના દાવા સામે વકીલની ફરિયાદ
નવીદિલ્હી,
તા.4 : પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીની
મુશ્કેલીઓ હવે ખતમ થવાનું નામ લેતી નથી. કોલકતામાં વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના
એક હાઇપ્રોફાઇલ હત્યાકાંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી અમિત શાહનું નામ
ઘસડવા સબબ મમતા સામે એફઆઇઆર દાખલ થઈ છે. આ ફરિયાદ સિલીગુડી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં
એક વકીલ દ્વારા નોંધાવવામાં આવી છે.
આ વિવાદ
2 જૂન, 2026નાં કોલકતાનાં ધર્મતલામાં તૃણમૂલનાં એક ધરણા પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો.
પોતાનાં ભાષણમાં મમતાએ દાવો કર્યો હતો કે, તેમને બાંગ્લાદેશમાં એક મોટી હત્યા પાછળ
આખા કાવતરા અને તેમાં સામેલ લોકોનાં નામોની જાણકારી છે પણ તેઓ આનો ખુલાસો નહીં કરે
કારણ કે આનાથી પાડોશી દેશમાં ઉથલ-પાથલ મચી શકે છે. તેમનો ઈશારો સ્પષ્ટ રીતે બાંગ્લાદેશમાં
છાત્ર નેતા શરીફ ઉસ્માન બિન હાદીની હત્યા બાજું હતો.
મમતા
સામે નોંધાયેલી ફરિયાદ અનુસાર મમતાએ કહ્યું હતું કે, એસટીએફે બાંગ્લાદેશમાં હત્યાના
આરોપીને પકડયો હતો. મારો પોઇન્ટ એ છે કે, એ લોકો મેઘાલયનાં રસ્તેથી બંગાળ આવ્યા હતા
અને અહીં એસટીએફે તેને પકડયા હતાં. ગૃહમંત્રી પોતે કહે છે કે, મેં આટલા દિવસો સુધી
કંઈ નથી કહ્યું પણ આજે અત્યાચાર ચરમ ઉપર છે એટલે બોલું છું.