• બુધવાર, 27 મે, 2026

નંબર વન સબાલેંકાનો ફ્રેંચ ઓપનમાં વિજયી પ્રારંભ પૂર્વ ચેમ્પિયન વાવરિંકાની હાર સાથે ભાવુક વિદાય

પેરિસ તા.26: લાલ માટીના કોર્ટ પર શરૂ થયેલ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનના આજે બીજા દિવસે મહિલા વિભાગની વિશ્વ નંબર વન આર્યના સબાલેંકાએ વિજયી પ્રારંભ કરી આગેકૂચ કરી હતી. જયારે મેન્સ સિંગલ્સના પૂર્વ ચેમ્પિયન સ્વિસ ખેલાડી સ્ટેન વાવરિંકાએ ભાવુક અંદાજમાં ફ્રેંચ ઓપનને અલવિદા કર્યું હતું.

બેલારૂસની વિશ્વ નંબર વન સબાલેંકાનો પહેલા રાઉન્ડમાં સ્પેનની બિન ક્રમાંકિત ખેલાડી જેનિકા બૌજાસ માનેરો સામે 6-4 અને 6-2થી વિજય થયો હતો. જયારે સાતમા નંબરની યૂક્રેનની એલિના સ્વિતોલિનાની હંગેરીની ખેલાડી અન્ના બોંદર સામે રસાકસી પછી 3-6, 6-1 અને 7-6થી વિજય થયો હતો. અમેરિકાની અમાંડા અનિસિમોવાએ પણ ઇજા પછી શાનદાર વાપસી કરીને પહેલા રાઉન્ડમાં ફ્રાંસની ટી. આર. રાજાઓના સામે 6-3 અને 6-1થી સરળ જીત મેળવી હતી. મેન્સ સિંગલ્સના વર્ષ 201પના ચેમ્પિયન 41 વર્ષીય વાવરંરિકાએ લગભગ ત્રણ કલાકની રમત બાદ નેધરલેન્ડના ખેલાડી જેસ્પર ડી જોંગ વિરુદ્ધ 3-6, 6-3, 3-6 અને 4-6થી હારીને તેની ફ્રેંચ ઓપનની સફર સમાપ્ત કરી હતી. વાવરિંકા પહેલા જ કહી ચૂક્યો હતો કે તે અંતિમ વખત ફ્રેંચ ઓપનમાં ઉતરી રહ્યો છે. મેચ પછી આયોજકો દ્રારા તેનું સન્માન

થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક