જગદીશનની આક્રમક સદી અને રવિ બિશ્નોઈની 3 વિકેટ
239
રનના વિજય લક્ષ્ય સામે USA
ટીમના 200 રન
નવી
મુંબઇ તા. 2: વિકેટકીપર-બેટર નારાયણન જગદીશનની આક્રમક સદી બાદ બોલરોના શાનદાર દેખાવથી
ટી-20 વર્લ્ડ કપના વોર્મઅપ મેચમાં યૂએસએ સામે ઇન્ડિયા એ ટીમનો 38 રને વિજય થયો હતો.
ઇન્ડિયા એ ટીમના 20 ઓવરમાં 3 વિકેટે 238 રનના જવાબમાં બિન અનુભવી યૂએસએ ટીમે સારો પ્રતિકાર
કરીને 19.4 ઓવરમાં 200 રન કર્યાં હતા.
ઇન્ડિયા
એ તરફથી જગદીશને પ4 દડામાં 11 ચોક્કા અને પ છક્કાથી સદી ફટકારીને 104 રન કર્યાં હતા.
જયારે કપ્તાન આયુષ બદોનીએ 26 દડામાં 6 ચોક્કા અને 4 છક્કાથી 60 રનની અણનમ વિસ્ફોટક
ઇનિંગ રમી હતી. ઇજામાંથી બહાર વાપસી કરનાર તિલક વર્માએ 38 અને પ્રિયાંશ આર્યએ 28 રન
કર્યાં હતા.
239
રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા યૂએસએ ટીમ તરફથી એંડ્રિયન ગૌસે 44, સંજય કૃષ્ણામૂર્તિએ
41, શુમભ રંજને 28 અને હરમીત સિંઘે 21 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. ઇન્ડિયા એ તરફથી
રવિ બિશ્નોઇને 3 વિકેટ મળી હતી. ખલિલ અહમદ અને નમન ધીરે 2-2 વિકેટ લીધી હતી.