-બે જૂથની માથાકૂટ લોહિયાળ બને તે પહેલા પોલીસની કડક કાર્યવાહી
ગોંડલ,તા.2
ઃ શહેરના નાની બજાર વિસ્તારમાં રહેતા સાદીકભાઈ આદમભાઈ મીઠાણી નામના રિક્ષાચાલકે પોલીસમાં
નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના ભાઈની રિક્ષા ચલાવે છે.
ફરિયાદ
અનુસાર, સાદીકભાઈ ગઈકાલે બપોરના સમયે પોતાની રિક્ષાને ડો. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ
પાસે પાર્ક કરી કામ અર્થે રાજકોટ ગયા હતા. રાત્રે પરત ફર્યા ત્યારે તેમની રિક્ષા સંપૂર્ણ
રીતે સળગેલી હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે ફરિયાદમાં ત્રણ શખ્સોનાં નામ આપ્યા છે.
જેમાં સોયબ મામનભાઈ, પીંજારો અને સિકંદર ઉર્ફે સીકલો સલીમભાઈ શેખનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં
જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સીકલો સાથે સાદીકભાઈને આશરે દોઢ વર્ષ પહેલા
કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ મોકો જોઈ રિક્ષા પર કેરોસીન
છાંટી આગ ચાંપી દીધી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. બીજી બાજુ અકરમ ઇલ્યાસ
કાદરી નામના યુવાને જણાવ્યું કે રાત્રીનાં હું રોમા ટોકીઝનાં ચોકમાં ઉભો હતો ત્યારે
મિલો, લાલીયો, બોડીગાર્ડ અને એક અજાણ્યો શખ્સ
ક્રેટા કારમાં આવી મને ઉપાડી ગયા હતા. ત્યાં આવાસ ક્વાર્ટરમાં સાજલો પણ હાજર હતો. મને
નાક ઉપર મુક્કા મારતા હું બેશુધ્ધ થઇ ગયો હતો. બાદમાં આ શખ્સોએ મને માર મારી માથાનાં
વાળ કાપી નાખ્યા હતા તેવા આક્ષેપો કર્યા હતા જે બાબતે પોલીસ ફરિયાદ થઇ નથી.