• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

પીએમની દિવાળીની ભેટ લોકો સુધી પહોંચી’

નિર્મલા સીતારમણે રજૂ કર્યું જીએસટી 2.0નું રિપોર્ટ કાર્ડ : પિયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ સાથે કરી પ્રેસ કોન્ફરન્સ : વાહનો, ઈલેકટ્રોનિક્સ વસ્તુઓ વગેરેમાં રેકોર્ડ વેચાણ

નવી દિલ્હી, તા. 18 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દિવાળી ઉપર જીએસટી 2.0 હેઠળ થયેલા સુધારાનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચવાના આંકડા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જીએસટી દરમાં કાપના કારણે લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચ્યો છે. નિર્મલા સીતારમણે વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે જીએસટીમાં સુધારાના કારણે વાહનો અને ઈલેકટ્રોનિક્ના વેચાણમાં બંપર વૃદ્ધિ થઈ છે.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારે 54 દૈનિક ઉપયોગની વસ્તુઓ ઉપર નજર રાખી હતી અને તમામ વસ્તુઓમાં જીએસટી સુધારાના કારણે લાભ ઉપભોક્તા સુધી પહોંચ્યો છે. પીએમની દિવાળીની ભેટ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચી છે. અમુક મામલામાં વ્યવસાયોએ અપેક્ષિત કરતા વધારે કર લાભ લોકોને આપ્યો છે.

સીતારમણના કહેવા પ્રમાણે ટેક્સ દરમાં કાપના કારણે સામાન્ય જનતાના હાથમાં વધારે રૂપિયા આવ્યા હતા. જેનાથી વાહનોના વેચાણમાં વૃદ્ધિ છે. થ્રી વ્હીલ વાહનોના ડિપૈચમાં 5.5 ટકાની   ર્ષિક વૃદ્ધિ થઈ છે. ટુ વ્હીલરનું વેચાણ 21.6 લાખ યુનિટ સુધી પહોંચ્યું છે. માત્ર સપ્ટેમ્બરમાં જ પેસેન્જર વાહનોનું વેચાણ 3.72 લાખ રહ્યું હતું. હીરો મોટર્સે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ નોંધ્યું છે. જ્યારે એર કંડીશનરનું વેચાણ જીએસટી સુધારાના પહેલા જ દિવસે બમણું થયું હતું. ટીવીના વેચાણમાં 30-35 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણમાં ઉછાળો આવ્યો હતો. જેમાં મારુતિ સુઝુકીએ પહેલા આઠ દિવસમાં 1.65 લાખ કાર વેચી હતી. મહિંદ્રાના વેચાણમાં 60 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે ટાટાએ 50 હજારથી વધારે વાહન વેચ્યા હતા. ઈલેકટ્રોનિક્સ ક્ષેત્રએ પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

અશ્વિની વૈષ્ણવે અનુમાન વ્યક્ત કર્યું હતું કે ચાલુ વર્ષે ઈલેકટ્રોનિક્સના વેચાણમાં 20 લાખ કરોડનો વધારો થશે. ઈલેકટ્રોનિકસના વેચાણમાં 25 ટકાની વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત ખાદ્ય વસ્તુઓની કિંમત પણ ઘટી છે, જેનો નિર્માણ ઉદ્યોગને સીધો લાભ મળી રહ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક