• રવિવાર, 14 જૂન, 2026

ઇડન ગાર્ડનની પીચ વિશે બોલીશ તો બબાલ : રહાણે

KKRને હોમ એડવાન્ટેજ મળતો ન હોવાનું કપ્તાનનું રટણ

કોલકતા, તા. 9: કેકેઆર ટીમની આઇપીએલ-202પ સીઝનના પ્રારંભ સાથે ફરિયાદ છે કે તેને ઇડન ગાર્ડન પર હોમ ટીમ માટેની અનુકુળ પરિસ્થિતિનો ફાયદો મળી રહ્યો નથી. ક્યૂરેટર હોમ ટીમ (કેકઆર)ને ધ્યાને રાખી પીચ તૈયાર કરતા નથી. આ દરમિયાન કેકેઆર ટીમને ગઇકાલે હાઇ સ્કોરીંગ મેચમાં લખનઉ સામે 4 રને હાર મળી છે. આ પછી કોલકતાના કપ્તાન અજિંક્યા રહાણેએ પિચ વિશે કાંઇ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.

રહાણેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યંy કે જો હું પિચ વિશે કાંઇ બોલીશ તો બબાલ થઇ જશે. જે અમારા ક્યૂરેટર છે તેમને ઘણી પબ્લિસિટી મળી ગઇ છે. આપ હોમ એડવાન્ટેજ વિશે લખવા માંગતા હો તે લખી શકો છો. મને કાંઇ વાંધો નથી. હું અહીંની પિચ વિશે તમારી સાથે નહીં, આઇપીએલ સંચાલકો સાથે વાત કરીશ.

ગઇકાલના આ મેચમાં બન્ને ટીમના બોલરોની ધોલાઇ થઇ હતી. એલએસજીના 238 રન સામે કેકેઆરના 234 રન થયા હતા. રહાણે મેચમાં તેના બોલરોની નિષ્ફળતા વિશે કહ્યંy કે અમારી બોલિંગ પર યોજના હતી, પણ મેદાન પર તે અમલી કરી શકયા નહીં. માર્શ અને પૂરન જેવા બેટધર સામે તમે ભૂલ કરી શકો નહીં. અમે યોર્કર અને સ્લોઅર વાઇડ બોલ ફેંકી શકયા નહીં. ચાર રનની હાર છતાં અમારા માટે સારી વાત એ છે કે પાવરપ્લેમાં અમારી બેટિંગ શાનદાર રહી. રહાણેએ ખુદે 3પ દડામાં 61 રનની ઇનિંગ રમી હતી. આથી પાવરપ્લેમાં 1 વિકેટે 90 રન થયા હતા. અમે સારું ક્રિકેટ રમ્યા, પણ 239 રનનું લક્ષ્ય પાર પાડવું કઠિન હોય છે. ભાગ્યનો સાથે પણ જરૂરી બને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક