• રવિવાર, 14 જૂન, 2026

ફેસબુકમાં નિર્મલા સીતારમણના નામની જાહેરાત મૂકી પોરબંદરની મહિલા સાથે 21.71 લાખની છેતરપિંડી

પોરબંદર, તા.12: પોરબંદરના છાયામાં આવેલા મારૂતિનગરમાં રહેતા મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસમથકમાં અજાણ્યા ચીટરો સામે ગુનો નોંધાવ્યો છે કે અજાણ્યા સાયબર ચીટરે બુલમાર્કમાં રોકાણ કરવાનું જણાવીને સાયબર છેતરપિંડી આચરી હતી મહિલાએ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે રીફન્ડ પ્રોસેસ મારફતે 10 લાખ 77 જેવી રકમ પરત અપાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છાયામાં આવેલ મારૂતિનગરમાં રામેશ્વર પાન નજીક રહેતા અને સાડીનું હેન્ડવર્કનું કામ કરતા જયાબેન અભુભાઈ વાઢેરે પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસમથકમાં ઇન્વેસ્ટમેન્ટના નામે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં જયાબેને ફેસબુકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણના નામની જાહેરાત જોઈ હતી અને જેમાં ફોર્મ ભરીને ઘર બેઠા પૈસા કમાવવાનું કામ કરવાનું  જોયું હતું એ જાહેરાત ઉપર કલીક કરતા એક ફોર્મ ખૂલ્યું હતું. એ ફોર્મ તેમણે ભર્યુ હતું. ત્યાર પછી બે વખત હિન્દીભાષીઓ દ્વારા અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા હતા જેમાં બુલમાર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફીટ મળશે તેમ જણાવ્યું હતું પરંતુ જયાબેને તે વખતે તેમને ના પાડી દીધી હતી. ત્યારબાદ ત્રીજી વખત કોલ આવતા તેણે એવુ કહ્યું હતું કે 18 હજારનું દરરોજ રોકાણ કરો તો સારું પ્રોફીટ મળશે. જેથી જયાબેને સહમતી દર્શાવી હતી અને ત્યાર બાદ સાયબર ફ્રોડે અલગ અલગ યુ.પી.આઈ આઈડી દ્વારા ટ્રાન્ઝેક્શન કરાવી સાયબર છેતરપિંડી આચરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક