18 મહિનાનો સમય ભલામણો સોંપવા અપાયો; 1.24 કરોડ કર્મીને લાભ થશે
નવી
દિલ્હી, તા. 13 : કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની શરતો અને નિયમોને મંજૂરી આપી દીધી
છે. આ શરતો બાદ દેશના લગભગ 55 લાખ કર્મચારી અને 69 લાખ પેન્શનર્સ મળી 1.24 કરોડ લોકોને
ફાયદો થશે.
સવા
કરોડ જેટલા કર્મીઓનાં પગાર, પેન્શન અને ભથ્થામાં મોટા બદલાવની આશા સેવાય છે. પંચને
ભલામણો, સોંપવા માટે 18 મહિનાનો સમય અપાયો હતો. અત્યારે આઠમા પગારપંચની ટીમ વિવિધ રાજ્યોનો
પ્રવાસ કરી રહી છે અને કર્મચારી સંગઠનો સાથે મુલાકાત કરી રહી છે.
કર્મચારીઓની
માંગો અને પ્રસ્તાવો જાણીને તેની નોંધ કરાઈ રહી છે, યુનિયનોએ ખાસ કરીને પગારમાં સુધારા
તેમજ નિવૃત્તિ પછી મળતા લાભોમાં સુધારાની માંગ કરી છે.
સાતમા
પગારપંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયું હતું, જે 2016માં અમલી થયું હતું.
જેના હેઠળ કોઈ કર્મચારીનો બેઝિક પગાર 15 હજાર હતો, તો તે વધીને 38,550 રૂપિયા થઈ ગયો
હતો.
તજજ્ઞોનું
માનવું છે કે, પંચ ન્યુનત્તમ પગારની ગણતરીની પદ્ધતિમાં બદલાવ કરી શકે છે.