ખેત મજૂરી કરતી સગીરા દુકાને સામાન લેવા જતી ત્યારે પરિચય કેળવી દુકાનદારે દુષ્કૃત્ય આચર્યું
ધોરાજી, તા.13:ધોરાજીના ભૂતવડ
ગામમાં વાડી વિસ્તારમાં રહી ખેત મજૂરી કરતી સગીરા સાથે ગામના એક પાનના ગલ્લા વાળાએ
પરિચય કેળવી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ધોરાજી તાલુકા પોલીસ મથકમાં
ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના
ભૂતવડ ગામે સગીરા પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ
બાબતે સગીરાના વાલીએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં સમીર પુનાભાઈ મંધરા (ઉં.વ.24)
વિરુદ્ધ ગુનો નોંધાવતા જણાવ્યું હતં yકે પોતાની સગીર વયની દીકરી જ્યારે ખેતારે કમ પતાવી
ઘર વખરી લેવા માટે ગામમાં દુકાને જતી ત્યારે સમીર તેને લલચાવી ફોસલાવી તેની સાથે તેની
મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો અને જો આં વાત કોઈને કહીશ તો તને અને
તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ગર્ભિત ધમકીઓ આપી તેનો દેહ વારંવાર ચુથતો હતો.
અંતે સગીરાએ દુકાનદારના અસહ્ય
ત્રાંસથી કંટાળી તેના માતા પિતાને જાણ કરતા વાલીના પગ તળેથી જમીન શરકી ગઈ હતી અને સગીરાને
લઈને પરિવાર ધોરાજી તાલુકા પોલીસ મથકે પહોંચી અને સગીરાએ પોતાની આપવીતી પોલીસને જણાવતા
તાલુકા પોલીઓસ મથકના પી.આઈ સીખેના સ્ટાફે વિકૃત આરોપી સમીર મંધરા વિરુદ્ધ પોક્સો એકત
સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.