• રવિવાર, 14 જૂન, 2026

ભારતને મળ્યું અભેદ સુરક્ષા કવચ

દુશ્મન મિસાઈલને હવામાં જ નષ્ટ કરી નાખતી સિસ્ટમ સહિત ત્રણ સફળ પરીક્ષણ થયાં

નવી દિલ્હી, તા. 13 : ભારતના વ્યૂહાત્મક સુરક્ષા અને સૈન્ય ઈતિહાસમાં સીમાચિહ્ન સમાન સફળતા મેળવતાં બે દિવસમાં સળંગ ત્રણ મહત્ત્વપૂર્ણ પરીક્ષણ કર્યાં છે, જેમાં મલ્ટિ લેયર્ડ બેલેસ્ટિક ડિફેન્સ સિસ્ટમ પાંચ હજાર કિલોમીટર દૂરથી હુમલો કરનાર મિસાઈલને તોડી પાડતાં ભારતનું અભેદ સુરક્ષા કવચ બનશે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ)એ આ સ્વદેશ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ ટેકનિકથી સજ્જ ભારત વિશ્વનો પાંચમો દેશ બન્યો છે.

બેલેસ્ટિક ડિફેન્સ સિસ્ટમ દુશ્મન મિસાઈલોને લક્ષ્ય સુધી પહોંચવા જ નહીં દેતાં હવામાં જ નષ્ટ કરી નાખવાની તાકાત ધરાવે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શનિવારે પરીક્ષણની તસવીરો શેર કરતાં ડીઆરડીઓની વૈજ્ઞાનિક ટીમને વધામણી આપી હતી. સાથોસાથ નેવલ એન્ટિશિપ મિસાઈલનું પણ પરીક્ષણ કરાયું હતું. જે ભારતના સમુદ્રી હુમલા અને સંરક્ષણ કૌશલ્યને મજબૂત કરણની દિશામાં એક મોટી ઉપલબ્ધિ મનાય છે.

ભારતથી પહેલાં અમેરિકા, ઈઝરાયલ, રશિયા અને ચીન પાસે બેલેસ્ટિક ડિફેન્સ સિસ્ટમ છે. ભારત પાંચમો દેશ બન્યો છે.

ઓરિસ્સાના બાલાસરો જિલ્લામાં પરીક્ષણોથી પહેલાં 11 ગામ ખાલી કરાવાયા હતા અને પરીક્ષણ બાદ સાંજે લોકોને ઘરે જવાની છૂટ અપાઈ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક