• રવિવાર, 14 જૂન, 2026

30 કરોડ વોટરકાર્ડમાં ધૂંધળી તસવીરો હટશે

- ‘સર’ની કવાયત ગતિમાં : ચૂંટણીપંચ 39 કરોડ,

73 લાખ મતદારના દરવાજે ટકોરા મારવા તૈયાર

 

નવી દિલ્હી, તા. 13 : મતદારયાદી સુધારણા (સર)ની કવાયત ગતિભેર ચાલી રહી છે. આ પ્રકિયા હેઠળ કુલ 30 કરોડ મતદાર ઓળખપત્રોમાં મતદારોની ધૂંધળી તસવીરોને હટાવવાનો વ્યાયામ કરાશે.

ચૂંટણીપંચે ઘરોઘર જઈને મતદારોની ઓળખ કરવાના અંતિમ દોરમાં પહોંચી રહ્યું છે, હવે પંચ બાકી બચેલા 39 કરોડ 73 લાખ મતદારના દરવાજે ટકોરા મારવાની તૈયારીમાં છે.

‘સર’ બાદ અત્યાર સુધી તૈયાર 59 કરોડ મતદારની તસવીરો તાજેતરમાં લેવાયેલી તો છે જ સાથોસાથ રંગીન પણ છે.

ચૂંટણીપંચના 9 લાખ 20 હજારથી વધારે બૂથ સ્તરના અધિકારીઓ (બીએલઓ)એ મોબાઈલથી મતદારોના ફોટો તેમના મતદાર ઓળખપત્ર સાથે જોડીને મતદારયાદી વધુ સ્વચ્છ, સ્પષ્ટ બનાવી છે. આ મહત્ત્વની કામગીરી કરી આપવા માટે બૂથ સ્તરના અધિકારીઓએ કોઈ ફી લીધી નથી. અગાઉ લગભગ 30 ટકા વોટરકાર્ડમાં ફોટો હતા જ નહીં. ઘણા મતદાર ઓળખપત્રોમાં તો ઓળખાય જ નહીં, એ હદે ઝાંખી, ધૂંધળી તસવીરો હતી, જેને બદલી દેવામાં આવી છે.

તપાસ પરથી જાણવા મળ્યું હતું. લગભગ 30 કરોડ ઓળખપત્રમાં તસવીરો હતી જ નહીં અથવા ધૂંધળી હતી, જે તસવીરો સ્પષ્ટ દેખાતી ન હોતી, તે 20થી 30 વર્ષ જૂની હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક