• રવિવાર, 14 જૂન, 2026

સુદર્શનની 82 રનની એન્કર ઇનિંગ : રોયલ્સ સામે ટાઇટન્સના 6/217

બટલર અને શાહરૂખના 36-36 રન : તુષાર અને તિક્ષ્ણાની 2-2 વિકેટ

અમદાવાદ તા.9: આઇપીએલના આજના મેચમાં રાજસ્થાન રોયલ્સના કપ્તાન સંજૂ સેમસનનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય મોંઘો પડયો હતો. ગુજરાત ટાઇટન્સે 6 વિકેટે 217 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. ટાઇટન્સ તરફથી ઓપનર સાઇ સુદર્શને 82 રનની એન્કર ઇનિંગ રમી હતી.

ગુજરાત ટાઇટન્સે પ્રારંભે જ કપ્તાન શુભમન ગિલ (3)ની વિકેટ ગુમાવી હતી. તે જોફ્રા આર્ચરના બોલમાં કલીન બોલ્ડ થયો હતો. જો કે આ પછી સાઇ સુદર્શન અને જોસ બટલરે રાજસ્થાનના બોલરોને હંફાવીને બીજી વિકેટમાં 47 દડામાં 80 રનની ઝડપી ભાગીદારી કરી ટાઇટન્સની રન રફતાર વધારી હતી. બટલર ડીઆરએસમાં મહીશ તિક્ષ્ણાના દડે એલબીડબ્લ્યૂ આઉટ જાહેર થયો હતો. તેણે 2પ દડામાં પ ચોક્કાથી 36 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ પછી સુદર્શનના સાથમાં શાહરૂખ ખાને ફટકાબાજી કરીને ત્રીજી વિકેટમાં 34 દડામાં 62 રનનો મહત્વનો ઉમેરો કર્યોં હતો. શાહરૂખ પણ બટલરની માફક 36 રને આઉટ થયો હતો.

તેણે 20 દડાની ઇનિંગમાં

4 ચોક્કા-2 છક્કા લગાવ્યા હતા. રૂધરફોર્ડ 6 રન જ કરી શકયો હતો.

એક છેડો સાચવી સતત આક્રમક બેટિંગ કરી રહેલ સાઇ સુદર્શન 19મી ઓવરમાં 82 રને આઉટ થયો હતો. ટાઇટન્સ માટે એન્કર ઈનિંગ રમનાર સુદર્શને પ3 દડામાં 8 ચોક્કા અને 3 છક્કા ફટકાર્યાં હતા. અંતમાં રાહુલ તેવતિયાએ 12 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી અણનમ 24 રનની કેમિયો ઈનિંગ રમી હતી. રાશિદ ખાને 4 દડામાં 12 રન કર્યાં હતા. આથી ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બન્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી તુષાર દેશપાંડે અને મહીશ તિક્ષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક