શ્રીલંકામાં
રમાનાર ત્રિકોણીવ વન ડે શ્રેણીની ટીમ જાહેર
મુંબઇ
તા.8: આ મહિનાના અંતમાં શ્રીલંકામાં રમાનાર વન ડે ત્રિકોણીય શ્રેણી માટેની ભારતીય મહિલા
ટીમ જાહેર થઇ છે. અનુભવી ઓલરાઉન્ડર હરમનપ્રિત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમ શ્રીલંકા
અને દ. આફ્રિકા વિરૂધ્ધ રમશે. સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ટીમની ઉપ કપ્તાન છે. ભારતીય
મહિલા ટીમમાં ત્રણ નવા ચહેરા છે. 21 વર્ષીય ઝડપી બોલર કાશ્વી ગૌતમ, 20 વર્ષીય સ્પિનર
શ્રી ચારણી અને ડાબોડી સ્પિનર સૂચિ ઉપાધ્યાય પહેલીવાર પસંદ થઇ છે. આ ત્રણેય ખેલાડીએ
ડબ્લ્યૂપીએલમાં અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યોં હતો. તેનું ઇનામ મળ્યું
છે. શેફાલી વર્માને આ વખતે પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ ત્રિકોણીય
વન ડે શ્રેણી 27 એપ્રિલથી શરૂ થશે અને 11 મેના રોજ ફાઇનલ મુકાબલો રમાશે. ભારતીય મહિલા
ટીમનો પહેલો મેચ 27 એપ્રિલે શ્રીલંકા વિરૂધ્ધ હશે. ત્રણેય ટીમ ચાર-ચાર મેચ રમશે. ટોચ
પર રહેનાર બે ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.
ભારતીય
મહિલા ટીમ: હરમનપ્રિત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા
રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્ત શર્મા, અમનજોત
કૌર, કાશ્વી ગૌતમ, સ્નેહ રાણા, અરૂધંતી રેડ્ડી, તેજલ હસબિસ, શ્રી ચારણી અને સૂચિ ઉપાધ્યાય.