• ગુરુવાર, 02 મે, 2024

ચૂંટણી પહેલાં મોદીનો ઉમેદવારોને પત્ર

મને વિશ્વાસ છે કે, તમે બધા સંસદમાં પહોંચશો; દરેક વોટ મજબૂત સરકાર બનાવશે

નવી દિલ્હી, તા. 18 : રામનવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો. હું તમને ચૂંટણીમાં તમારી જીત માટે શુભેચ્છા પાઠવું છું. આ મોદીની ગેરંટી છે કે, અમે 2047 માટે 24 કલાક 7 દિવસ કામ કરીશું.

આ પત્રમાં મોદીએ તમામ ઉમેદવારોને જીતની ખાતરી આપી છે. પીએમએ લખ્યું, તમે બધા જનતાના આશીર્વાદ સાથે સંસદમાં પહોંચશો. એક ટીમ તરીકે આપણે મતવિસ્તાર અને વિસ્તારના લોકોના કલ્યાણ માટે કોઈ કસર છોડીશું નહીં. 

કોઈમ્બતુર લોકસભા સીટના બીજેપી ઉમેદવાર કુપ્પુસ્વામી અન્નામલાઈને મોકલેલા પત્રમાં પીએમએ લખ્યું છે, રામનવમીના શુભ અવસર પર તમને પત્ર લખતા આનંદ થઈ રહ્યો છે. સારી સરકારી નોકરી છોડીને લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ થવાના તમારા નિર્ણય બદલ હું તમને અભિનંદન આપું છું. 

તમે કાયદાના અમલીકરણ, શાસન અને યુવા સશક્તિકરણ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને પ્રકાશિત કરવામાં ખરેખર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જનતાના આશીર્વાદથી મને વિશ્વાસ છે કે, તમે સંસદમાં પહોંચશો. તમારા જેવા ટીમના સભ્યો મારા માટે એક મહાન સંપત્તિ છે.

વડાપ્રધાને આગળ લખ્યું, આ પત્ર દ્વારા હું તમારા મત વિસ્તારના લોકોને કહેવા માગુ છું કે, આ સામાન્ય ચૂંટણી નથી. કોંગ્રેસના 5-6 દાયકાના શાસન દરમિયાન તેઓ જે મુશ્કેલીઓમાંથી પસાર થયા છે તે લોકોને યાદ હશે. છેલ્લા 10 વર્ષમાં, સમાજના દરેક વર્ગના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે, આમાંથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે.

અનિલ બલુનીને પણ આવો જ પત્ર મળ્યો હતો, જેમાં પીએમ લખે છે કે, આ ચૂંટણી આપણા વર્તમાનને ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડવાની તક છે.

 હું તમને વિનંતી કરું છું કે, તમે તમારા સ્વાસ્થ્ય અને તમારી આસપાસના અન્ય લોકોનું ધ્યાન રાખો. પત્રના અંતમાં પીએમએ મતદારોને અપીલ કરતા કહ્યું કે, લોકો ગરમી વધે તે પહેલાં વહેલી સવારે મતદાન કરે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક