• શનિવાર, 27 જુલાઈ, 2024

દુનિયાના દર સાતમાંથી એક આઇફોન ‘મેડ ઇન ઇન્ડિયા’

-2024માં અંદાજિત 14 ટકા આઇફોન ભારતમાંથી સોર્સ થયા

નવી દિલ્હી, તા. 10 : કેલિફોર્નિયાની એક ટેક કંપનીએ ભારતને નવું મેન્યુફેક્ચરિંગ હબ બનાવી લીધું છે અને ત્યાંથી જ નવા જૂના ઘણા આઇફોન મોડેલ્સનું પ્રોડક્શન શરૂ થયું છે. કંપનીએ વર્ષ 2024મા અંદાજિત 14 ટકા આઇફોન ભારતથી સોર્સ કર્યા છે. નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે હવે દર સાતમાંથી એક આઇફોન યુનિટનું પ્રોડક્શન ભારતમાં કરવામાં આવે છે. જો કે કંપની હજી તમામ ઉપકરણ ભારતમાં નથી બનાવી રહી અને આઇફોન્સને ભારતમાં અસેમ્બલ કરવામાં આવે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2024માં ભારતમાં અસેમ્બલ થનારા એપલ આઇફોન યુનિટ્સની વેલ્યૂ 14 અબજ ડોલર (લગભગ 1164 અબજ રૂપિયા) નજીક છે. ભારતમાં એપલનું મેન્યુફેક્ચરિંગ પાર્ટનર ફોક્સકોન દેશમાં બનેલા ફોનનું સૌથી મોટું સપ્લાયર છે. ફોક્સકોન દ્વારા અંદાજિત 67 ટકા પ્રોડક્શન થઈ રહ્યું છે જ્યારે પેગાટ્રોન 17 ટકા ઉત્પાદન કરે છે. ગયા વર્ષે કર્ણાટકમાં વિસ્ટ્રોનનો પ્લાન્ટ ખરીદ્યા બાદ ટાટા ગ્રુપ બાકીનું પ્રોડક્શન કરી રહ્યું છે.

આઇફોન મેકરે ચીનમાં પોતાનું પ્રોડક્શન ઘટાડવા માટે છેલ્લા અમુક વર્ષમાં ઘણા ફેરફાર કર્યા છે. ચીનને બદલે એપલે ભારત અને વિયેતનામમાં રોકાણ વધારી દીધું છે ટાટા ગ્રુપ પણ પેગાટ્રોન સાથે વાત કરી રહ્યું છે અને ચેન્નઈમાં રહેલા પેગાગ્રોનના પ્લાન્ટને ટેકઓવર કરી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024