• શનિવાર, 27 એપ્રિલ, 2024

‘મોદીની ગેરંટી’ સામે તૃણમૂલની ‘દીદીની ગેરંટી’  

- મમતાના પક્ષના ઉગ્ર પ્રહાર : મોદીની ગેરંટી નિષ્ફળ, અમારું લક્ષ્ય મહિલા વિકાસ

 

કોલકાતા, તા. 28 : પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ ‘મોદીની ગેરંટી’ની સામે ‘દીદીની ગેરંટી’ને ચૂંટણીનું હથિયાર બનાવવા જઈ રહી છે. એપ્રિલના પ્રથમ સપ્તાહથી દીદીની ગેરંટીનાં નામથી બે ડઝન યોજનાઓની સફળતા રજૂ કરવામાં આવશે. સાથે જ તૃણમૂલના નેતાઓ એવો પ્રચાર કરશે કે મોદીની તમામ ગેરંટી ફેલ થઈ છે. મમતા સરકારના એક વરિષ્ઠ મંત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે.

મંત્રીનું કહેવું છે કે, અમે ઈચ્છીએ છીએ કે વાટિંગના દિવસે ઈવીએમ બટન દબાવતી વખતે મતદાર દીદીની ગેરંટી યાદ રાખે. પાર્ટીએ મોદીના ગેરંટી સ્લોગનને ફેલ કરવા માટે જ આ નિર્ણય લીધો છે. પક્ષના સૂત્રોનું કહેવું છે કે, વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. જેમ કે, મમતાએ ખેડૂતોની આવક ત્રણ ગણી કરી, પરંતુ મોદીની તેને બમણી કરવાની ગેરંટી નિષ્ફળ ગઈ.

દીદીની ગેરંટી પર પ્રદેશ ભાજપ પ્રમુખ સુકાંત મજમુદારે ઉઠાવ્યા સવાલ, દીદી કયા આધારે આપી રહી છે ગેરંટી ? તેની પોતાની વોરંટી સમાપ્ત થઈ ગઈ છે અને એક્સપાયરી ડેટ નજીક છે. પશ્ચિમ બંગાળમાં કોમ્પ્યુટરાઈઝેશનનો વિરોધ કરવાના આરોપોનો સામનો કરી રહેલી સીપીઆઈ(એમ) હવે ચૂંટણી પ્રચાર માટે એઆઈની મદદ લેવા જઈ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક