• શનિવાર, 27 એપ્રિલ, 2024

ઈડીએ અટેચ કરેલી સંપત્તિ ગરીબોને વહેંચશે સરકાર : પશ્ચિમ બંગાળ માટે પ્લાન

પીએમ મોદીએ કૃષ્ણનગરથી ઉમેદવાર અમૃતા રોય સાથે વાતચીત કરી હોવાની ચર્ચા

નવી દિલ્હી, તા. 27 : ભાજપની આગેવાનીની કેન્દ્ર સરકાર હવે ઈડી તરફથી અટેચ કરવામાં આવેલી રકમ ગરીબો વચ્ચે વહેંચવાની તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ પીએમ મોદીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં ઈડી તરફથી જપ્ત કરવામાં આવેલી રકમ ગરીબો વચ્ચે વહેંચવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ મામલે કૃષ્ણનગર સીટથી ઉમેદવાર રાજમાતા અમૃત રોય સાથે ફોન ઉપર વાતચીત કરવામાં આવી હતી. રોય ટીએમસી ઉમેદવાર મહુઆ મોઈત્રા સામે ચૂંટણી લડવાના છે.

રોય સાથે ફોન ઉપર થયેલી વાતચીત દરમિયાન પીએમએ ઈડી દ્વારા અટેચ રકમ ગરીબોમાં વહેંચવા મામલે કાનૂની રસ્તો શોધવા વાત કકરી છે. કહેવાય છે કે જે ગરીબોના રૂપિયા લૂંટવામાં આવ્યા છે તે  રૂપિયા ભ્રષ્ટાચારીઓના ધન અને સંપત્તિ મારફતે ગરીબોને પરત મળે. પીએમએ ભરોસો વ્યક્ત કર્યે  છે કે પશ્ચિમ બંગાળમાં લોકો પરિવર્તન માટે મતદાન કરશે. ભાજપે લોકસભા ચૂંટણી 2024મા રાજ્યમાં 30થી વધારે બેઠક જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પીએમના કહેવા પ્રમાણે એક તરફ ભાજપ દેશમાંથી ભ્રષ્ટાચારને ઉખાડી ફેંકવા માટે કામ કરી રહ્યો છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક