• શનિવાર, 27 એપ્રિલ, 2024

રોજ રૂ.400 લઘુતમ મજદૂરી આપીશું : કોંગ્રેસ

છેલ્લાં 10 વર્ષ શ્રમિકો માટે ગણાવ્યો અન્યાય કાળ

નવી દિલ્હી, તા.ર7 : લોકસભા ચૂંટણી પહેલા મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો છેલ્લાં 10 વર્ષનો કાર્યકાળ શ્રમિકો માટે અન્યાય કાળ રહયો છે. કોંગ્રેસે વચન આપ્યું કે હવે જો કેન્દ્રમાં તેની સરકાર આવશે તો આ અન્યાય કાળ દૂર કરીને શ્રમિક ન્યાય હેઠળ દરરોજ રૂ.400 લઘુતમ મજદૂરી ચૂકવવામાં આવશે.

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે કોંગ્રેસ પાર્ટી શ્રમિક ન્યાય કેમ લાવી છે ? મોદી સરકારના કાર્યકાળમાં ર014-1પ અને ર0ર1-રર વચ્ચે વાસ્તવિક મજદૂરીનો વધારો 1 ટકા કરતા પણ ઓછો હતો. તે ખેત મજૂરો માટે માત્ર 0.9 ટકા, નિર્માણ કર્મીઓ માટે માત્ર 0.ર ટકા અને બિન કૃષિ શ્રમિકો માટે માત્ર 0.3 ટકા રહયો છે. ખડગેએ આરોપ લગાવ્યો કે મનરેગામાં આધાર સંબંધિત ચુકવણી ફરજિયાત કરીને મોદી સરકારે છેલ્લાં બે વર્ષમાં 7 કરોડ લોકોનાં કામનો અધિકાર છીનવી લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક