• રવિવાર, 28 એપ્રિલ, 2024

મુંબઈમાં અબજપતિ વધ્યા : એશિયામાં ત્રીજું

હુરુન રિચ લિસ્ટ : 92 અબજપતિ સાથે બેજિંગને પછાડયું, ન્યૂયોર્ક નં.1, લંડન બીજા ક્રમે

નવી દિલ્હી, તા.ર6 : ચીનના બેજિંગને પાછળ રાખી એશિયાના અબજપતિઓની યાદીમાં મુંબઈએ મેદાન માર્યું છે. મુંબઈ હવે એશિયાના અબજપતિઓની રાજધાની બની છે. આ શહેરમાં હવે બેજિંગ કરતાં વધુ અબજપતિઓ રહે છે.

હુરુન રિસર્ચની ર0ર4 ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર મુંબઈમાં બેજિંગના 91ની તુલનાએ 9ર અબજપતિ છે. જો કે સમગ્ર ચીનની તુલના કરવામાં આવે તો ભારતના ર71 અબજપતિની તુલનામાં ચીનમાં 814 અબજપતિ છે. ન્યૂયોર્ક બાદ અબજપતિઓ મામલે મુંબઈ વિશ્વસ્તરે ત્રીજા ક્રમે રહ્યંy છે. દુનિયામાં સૌથી વધુ 119 અબજપતિ ન્યૂયોર્કમાં છે. 97 અબજપતિ સાથે લંડન બીજા ક્રમે અને 9ર સાથે મુંબઈ ત્રીજા ક્રમે રહ્યંy છે.

મુંબઈમાં ર6 નવા અબજપતિ ઉમેરાતાં ચીનની રાજકીય, સાંસ્કૃતિક નગરી બેજિંગથી આગળ નીકળી ગયું છે. બેજિંગમાં અબજપતિઓની સંખ્યામાં 18નો ઘટાડો નોંધાયો છે. મુંબઈના અબજપતિઓની કુલ સંપત્તિ 44પ અબજ ડોલર છે. ગત વર્ષ કરતા 47 ટકા વધુ છે. બેજિંગના અબજપતિઓની કુલ સંપત્તિ ર6પ અબજ ડોલર છે જે ર8 ટકા ઘટાડો દર્શાવે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક