• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

મેગા અલ નીનોથી દરિયો તપવા માંડયો

પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન 10 ડિગ્રી વધ્યું

નવી દિલ્હી, તા. 25 : મેગા અલ નીનોની અસર પ્રશાંત મહાસાગરમાં વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. કેટલાક સ્થળે સમુદ્રનાં તાપમાનમાં 10 ડિગ્રી સુધી વધારો થઈ ગયો છે.

યૂરોપિય જળવાયુ સંસ્થાન કોપરનિક્સના જણાવ્યાનુસાર ઓક્ટોબરમાં મધ્યપ્રશાંતના પ્રમુખ ક્ષેત્રનું સરેરાશ તાપમાન 29.94 ડિગ્રી હતું.

આ તાપમાન 1982-83, 1997-98 અને 2015-16ના અલ નીનોનાં ચરમ તાપમાન કરતાં પણ વધારે છે.

વિશ્વ મોસમ વિજ્ઞાન સંસ્થાને ચેતવણી આપી છે કે, ડિસેમ્બરમાં અલ નીનો પરાકાષ્ઠા પર પહોંચી શકે છે.

માર્ચ-2027 સુધી અલ નીનો શક્તિશાળી બની રહેવાની સંભાવના 79 ટકાથી વધારે છે. અમેરિકી મોસમ વૈજ્ઞાનિક રાયન માઉએ યુરોપિય મોસમ કેન્દ્રના આંકડાના આધાર પર તેના મેગા અલ નીનો લેખાવ્યું હતું.

ભારતમાં આ વખતે ચોમાસું વરસાદ 13 ટકા ઓછો રહ્યો, જેનાં કારણે ખેતી પર પણ અવળી અસર પડી છે.

અલ નીનો પ્રશાંત મહાસાગરમાં સર્જાતી ખાસ પ્રાકૃતિક પ્રક્રિયા છે, જેની અસરથી બીજા મહાસાગરો પણ તપવા

માંડે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક