• રવિવાર, 15 નવેમ્બર, 2026

હસીનાની વાપસી, ભારતની બે શરત

સેના તેડી જાય અને મોતની સજા સામે અપીલ કરવા દેવાય

નવી દિલ્હી, તા. 14 : પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી માટે ભારતે બાંગલાદેશ સામે બે શરત રાખી છે. ભારતીય અધિકારીઓ ઈચ્છે છે કે, બાંગલાદેશની સેના ખુદ ભારત આવે અને હસીનાને સાથે તેડી જાય. બીજી મહત્ત્વની શરતરૂપે ભારત ઈચ્છે છે કે, બાંગલાદેશની અદાલતે આપેલી મોતની સજા વિરુદ્ધ અપીલ કરવાનો હસીનાને મોકો મળે. સાથોસાથ જુલાઈ-2024માં થયેલી હિંસા સાથે જોડાયેલા આરોપો પર પણ નવેસરથી સુનાવણી કરવા ભારતે અપીલ કરી હતી. ભારતે કહ્યું હતું કે, ફાંસીની સજા વિરુદ્ધ નિષ્પક્ષ સુનાવણીનો ભરોસો બાંગલાદેશ સરકાર તરફથી અપાવો જોઈએ. શેખ હસીના પાંચમી ઓગસ્ટ-2024ના દિવસે સૈન્ય વિમાનમાં ભારત આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક