• રવિવાર, 15 નવેમ્બર, 2026

છત્તીસગઢમાં કબરા હાથીનો આતંક : 17 શાળામાં રજા

વન વિભાગની ટીમ બે કુમકી હાથી સાથે જંગલમાં પ્રવેશ : 17 હાથીના દળમાં કબરા ઘૂસ્યો હોવાની આશંકા

નવી દિલ્હી, તા. 14 : છત્તીસગઢના સૂરજપુર અને સરગુજા જીલ્લામાં ગંભીર આતંક મચાવી રહેલા કબરા હાથીને પકડવા માટે વન વિભાગ દ્વારા વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનાની અંદર 19 લોકોના જીવ લઈ ચુકેલા હાથીને પકડવા માટે વન વિભાગનો કાફલો બે પ્રશિક્ષિત કુમકી હાથીઓ સાથે કુસુવામુડાના જંગલમાં પ્રવેશી ચુક્યો છે.

બિલાસપુરથી વિશેષ રૂપથી બોલાવવામાં આવેલા બે વન્યજીવ વિશેષજ્ઞ ડોક્ટરની ટીમ હાથીને બેહોશ કરવા સાથે તૈનાત છે. કબરા હાથી અને હાથીઓના દળની સતત અવરજવરને ધ્યાનમાં રાખીને પ્રશાસને ઉદયપુર ક્ષેત્રના સાયર, કુદર બસવારપ સત્તીમુડા, કુમડેવા વગેરેમાં સંચાલિત 17 શાળામાં રજા ઘોષિત કરી છે. વન વિભાગના વિશેષ અભિયાનના પહેલા દિવસે કબરા હાથી સાયરના જંગલમાંથી બહાર જ નહોતો આવ્યો, જેના કારણે પકડી શકાયો નહોતો. કહેવાય છે કે જંગલમાં કબરા હાથી અન્ય 17 હાથીના મોટા દળ નજીક પહોંચ્યો હતો અને મુખ્ય નર હાથી સાથે આમનોસામનો થયો હતો. પુરી રાત બન્ને વચ્ચે લડાઈ ચાલી હતી. કહેવાય છે કે કબરાએ નર હાથીને હરાવીને નેતૃત્વ શરૂ કર્યું છે. જેના કારણે હવે વન વિભાગની મુશ્કેલીમાં વધારો થયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક