3.81
લાખના મુદ્દામાલ સાથે 6 શખસની ધરપકડ
ખંભાળિયા,
તા.13: દ્વારકામાં દિવાળી પર્વ નિમિત્તે દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે
ભીડનો લાભ લઈને મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે કુલ
6 શખસને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.3.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની
અગલ અલગ ટીમ પેટ્રાલિંગમાં હતી. દરમિયાન એ.એસ.આઈ. બળવંતાસિંહ ચૌહાણ, રાણાભાઈ વાઘેલા
અને હરપાલાસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, દ્વારકા ટાઉનમાં તેમજ દ્વારકાધીશ મંદિર પરિષરમાં
રાજકોટથી અગાઉ ચોરી અને પાસા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખસો આવેલા છે. જેઓ હાલ
દર્શનાર્થે આવતા લોકોની ભીડનો ફાયદો ઉઠાવી અને દર્શનાર્થીઓની નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી
તેમજ પર્સ પાકીટમાંથી પૈસાની ચોરી કરતા હોવાની અને હાલ તેઓ કીર્તિ સ્તંભ પાસે હાજર
છે.
બાતમીના
આધારે પી.એસ.આઈ. આર.એલ. ચોપડા અને ટીમે વોચ ગોઠવી બે શંકાસ્પદ શખસને દબોચી લીધા હતા.
જેમની પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ ખૂલતા પોલીસે કુલ 6 આરોપીને ઝડપી પાડયા હતા. આરોપીઓએ
કબૂલાત આપી હતી કે, તેઓ ભીડમાં ધક્કામુક્કીનો માહોલ ઊભો કરી એક વ્યક્તિને નિશાન બનાવી,
ખિસ્સામાંથી પાકીટ, રોકડ અને મોબાઈલ ફોન સેરવી લેતા હતા. પોલીસે 6 શખસને રોકડા રૂ.1,40,000
તથા 5 મોબાઈલ અને રૂ.2,00,000ની કિંમતની એક સ્વીફ્ટ કાર મળી કુલ રૂ.3,81,000નો મુદ્દામાલ
જપ્ત કર્યો છે. દ્વારકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.