• રવિવાર, 15 નવેમ્બર, 2026

સોનિયા ગાંધીના પુસ્તક પર નવો વિવાદ

-સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ અંગે કરેલા દાવાને પૂર્વ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ નકાર્યા

નવી દિલ્હી, તા.14 : કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા ‘િબલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’માં ગુજરાત રમખાણો અને વર્ષ 2002ના સાબરમતી ટ્રેન અગ્નિકાંડથી સંબંધિત પ્રસંગોને લઈને નવો વિવાદ શરૂ થયો છે. સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે અયોધ્યાથી પરત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસની બોગીઓમાં લાગવાનું કારણ આજે પણ વિવાદિત છે જે બાદ રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. પૂર્વ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ સોનિયા ગાંધીના દાવાઓને ફગાવી દીધા હતા.

સાબરમતી ટ્રેન અગ્નિકાંડની તપાસ કરનારી વિશેષ તપાસ ટુકડી (સીટ)ના પ્રમુખ રહેલા અસ્થાનાએ ટ્રેનમાં આગ લાગવાના કારણને વિવાદિત ગણાવતા સોનિયા ગાંધીના દાવાને ફગાવી દેતાં સ્પષ્ટ કહ્યું કે મામલાની તપાસ પૂરી થઈ ચૂકી છે અને અદાલત દ્વારા દોષીઓને સજા પણ અપાઈ ચૂકી છે. એ પણ સાબિત થઈ ચૂક્યું છે કે આગ જાણીજોઈને લગાવવામાં આવી હતી અને તેમાં કોઈ જ્વલનશીલ તરલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.<પૂર્વ આઈપીએસ અધિકારીએ કહ્યું કે આગના કારણોની તપાસ લગાવવામાં મુખ્ય રીતે ફોરેન્સિક પુરાવાઓએ મુખ્ય ભુમિકા ભજવી હતી. બળી ગયેલો ટ્રેન કોચ અને આસપાસના વિસ્તારોની ફોરેન્સિક તપાસની સાથે નજરે જોનારાઓના નિવેદનોએ દોષીઓને સજાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.

તપાસમાં મુસ્લિમ અધિકારીઓએ નિભાવી હતી મહત્ત્વની ભૂમિકા

અસ્થાનાએ દાવો કર્યો છે કે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ તપાસ માટે તેમને મુસ્લિમ પોલીસ અધિકારીઓ ઉપલબ્ધ કરાવ્યા હતા. તપાસ દરમિયાન તેમના પર કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ નહોતું.  રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હું એ જણાવવા માગું છું કે પ્રારંભિક તપાસ દરમિયાન મેં જોયું હતું કે જે વિસ્તારમાં આ ઘટના બની હતી, ત્યાં સંપૂર્ણપણે મુસ્લિમ વસ્તી રહેતી હતી. આવી સ્થિતિમાં મુસ્લિમ વિસ્તારમાં તપાસ કરવા માટે વ્યવહારિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ મુસ્લિમ અધિકારીઓની જરૂર હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક