-સંવેદનશીલ વિસ્તારમાં પચ્ચીસ મિનિટ સુધી ભરી ઉડાન : ભારતીય વાયુસેનાએ ચેતવ્યા છતાં ઉડાન જારી રાખ્યાનો દાવો : કોંગ્રસે કર્યા પ્રહાર
નવી
દિલ્હી, તા. 14 : ચીન સાથે સરહદે ફરી તંગ સ્થિતિ છે તે વચ્ચે 12 નવેમ્બરના એક ચીની
લશ્કરી વિમાન સિક્કિમમાં ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું અને 20-25 મિનિટ સુધી
તે વિસ્તાર પર ફરતું રહ્યું હોવાનો દાવો સુત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ
વધુ મહત્વનો એટલા માટે છે કે સિલિગુડી કોરિડોર ભારતીય ક્ષેત્રના સૌથી સંવેદનશીલ ભાગોમાંનો
એક છે. ભારતીય વાયુસેનાએ વિમાનની ગતિવિધિ
રડાર પર પકડી તેને ક્ષેત્ર છોડવાની ચેતવણી આપી હતી. જો કે, તેમ છતાં એ વિમાન થોડો સમય
ભારતીય હવાઈક્ષેત્રમાં રહ્યું હતું. દરમ્યાન, કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરી હતી.સૂત્રએ
જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ 12 નવેમ્બરના સવારે 8 વાગ્યાની આસપાસ ચીની વિમાનની
ગતિવિધિઓ પકડી હતી અને તેને વારંવાર ચેતવણીઓ આપીને તેના ક્ષેત્રમાં પાછા ફરવાનું કહ્યું
હતું. અહેવાલ મુજબ, આ ચેતવણી છતાં વિમાન આ વિસ્તાર પર ફરતું રહ્યું હતું.
વિમાનની
ગતિવિધિ 25,000 ફૂટની ઊંચાઈએ જોવા મળી હતી. વિમાનનો પ્રકાર, તેનો ચોક્કસ ઉડાન માર્ગ
અને તે આખરે ભારતીય પ્રદેશમાંથી ક્યારે નીકળ્યું તે જેવી વિગતો હજુ સુધી જાણી શકાઈ
નથી
સિલિગુડી
કોરિડોર પશ્ચિમ બંગાળમાં જમીનનો એક સાંકડો પટ્ટો છે, જે લગભગ 20-22 કિમી પહોળો છે,
જે ઉત્તરપૂર્વને બાકીના ભારત સાથે જોડે છે. તેને ઘણીવાર ‘િચકન નેક’ કહેવામાં આવે છે.
તે ચીન, નેપાળ, ભૂતાન અને બાંગલાદેશની નજીક આવેલું છે, તેથી તેની ઉપર કોઈપણ અસામાન્ય
લશ્કરી પ્રવૃત્તિ સુરક્ષા એજન્સીનું ધ્યાન ખેંચતી હોય છે.
સિક્કિમ
ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર સાથે સરહદ ધરાવે છે અને ડોકલામ ઉચ્ચપ્રદેશની નજીક આવેલું
છે, જ્યાં 2017 માં ભારતીય અને ચીની સૈનિકો આમને-સામને થયા હતા.
આ પહેલી
વાર નથી જ્યારે ચીની લશ્કરી વિમાનોએ સરહદ પર ચિંતા ઉભી કરી હોય. બંને દેશો વચ્ચેના
તણાવના સમયગાળા દરમિયાન આવા અનેક કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે.
જૂન
2022 માં, એક ચીની લશ્કરી વિમાને પૂર્વી લદ્દાખમાં ભારતીય સ્થળોની નજીક ઉડાન ભરી હતી.
2020માં પૂર્વી લદ્દાખમાં થયેલા ગતિરોધ વખતે ચીની લશ્કરી હેલિકોપ્ટર વાસ્તવિક નિયંત્રણ
રેખા (એલએસી)ની નજીક ઉડતા જોવા મળ્યા હતા.
દરમ્યાન,
કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને નિશાન બનાવી હતી. ભારતીય ક્ષેત્રમાં ચીની લશ્કરી
વિમાનનું ઘૂસી આવવું બેહદ ચિંતાજનક છે. મોદી સરકારે ચીન પાસે આકરા શબ્દમાં વિરોધ વ્યક્ત
કરવાની જરૂર છે અને આ વખતે પીએમ નરેન્દ્ર મોદી ચીનને ક્લીન ચીટ નહીં આપે તેવી આશા છે
એમ વિપક્ષે એક ટ્વીટમાં જણાવ્યું હતું.