જામજોધપુર અને ન્યુ સાધના કોલોનીમાં પોલીસની કાર્યવાહી, રોકડ-મોબાઇલ સહિત રૂ.3.34 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર,
તા.14: જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી
બે અલગ-અલગ સ્થળે દરોડા પાડયા હતા. જેમાં કુલ 19 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે
છ શખ્સો નાસી છૂટયા હતા. પોલીસે બંને દરોડામાં રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત રૂ.3.34
લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રથમ
દરોડામાં જામજોધપુર પોલીસે ગૌશાળા સામે વડલાના ઝાડના ઓટા પાસે તીનપત્તીનો જુગાર રમતા
મહેન્દ્ર ઉર્ફે ચનીભાઈ ચનીયારા, સુરેશ જોષી, લલિત પરમાર, ભરત સોલંકી, રોહિત મેઘનાથી,
દેવરાજ કટારા અને અલ્લારખા મનસુરી સહિત સાત શખસોને રૂ.11,450ની રોકડ સાથે ઝડપી લીધા
હતા.
બીજી
તરફ, સિટી-સી ડિવિઝન પોલીસે ગોકુલનગર વિસ્તારમાં શાયોનાવાળી શેરીમાં જુગાર રમતા યોગરાજાસિંહ
ગોહિલ, હિતેશ અગેસણિયા, દિલીપ મકવાણા, વજશી ગોજીયા અને સુરેશ અનુવાડિયાને ઝડપી લીધા
હતા. તેમની પાસેથી રૂ.20,500 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન કબજે કરાયા હતા.
જ્યારે
જામનગર એલસીબીએ ન્યુ સાધના કોલોનીમાં કાટછાપનો જુગાર રમતા અનીલ ચાવડા, રહીમ ઉર્ફે નંઢો
ખીરા, યુનુસ ખીરા, સુનીલ નાગદેવ, અશોક ઉર્ફે મીર્ચી મંગે, નાજીર ઉર્ફે નાજલો ધોધા અને
આફ્રીદી દરજાદાને ઝડપી લીધા હતા. આ સ્થળેથી છ શખસ ફરાર થઈ ગયા હતા. પોલીસે અહીંથી રૂ.2.92
લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.