ઉપલેટા, તા.14: ઉપલેટામાં જૂથ અથડામણ અને હિંસક હુમલાના બનાવોમાં વધારો થતો હોવાની ચર્ચા વચ્ચે વધુ એક ખૂની હુમલાની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલાં પંચહાટડી વિસ્તારના ફુલારા અને હડફા જૂથ વચ્ચે થયેલી અથડામણમાં લઘુમતી આગેવાન અબરાર અકીલ ફુલારા પર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં. આ બનાવમાં અબરાર અકીલ ફુલારા, અનુસોર અલ્તાફ ફુલારા, સબીર બાપુ નાગાણી અને સબીર ઉર્ફે ભોલો ઈકબાલ સોરવદી સામે પક્ષે શરીફ હારુન કપડવંજી, મક્કી ઉર્ફે લાલો રફીક હડફા, નવેદ ખાલીદ હડફા, બખતિયાર ખાલીદ હડફા અને કૌસર ખાલીદ હડફા સામે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય
છે કે, થોડા દિવસ પહેલાં ડુમિયાણી રોડ પર રેલવે પુલ નજીક દિલાવર સંધિ અને લાલા મુરઘીવાળા
જૂથ વચ્ચે વાહનો અથડાવી છરી-તલવાર જેવા હથિયારોથી હુમલો કરાયો હતો. જેમાં એક વ્યક્તિનો
હાથનો પંજો કપાઈ ગયો હતો.
બીજી
તરફ, તાજેતરમાં એલસીબી અને એસઓજી દ્વારા ઉપલેટા પોલીસને જાણ બહાર દારૂ અને જુગારના
દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓ અને જૂથ અથડામણો પર અંકુશ
મેળવવા કડક પોલીસ અધિકારીની નિમણૂક કરવાની લોકમાગ ઊઠી છે.