પાંચ બેટધરની અર્ધસદીથી 453 રન: પાક. તરફથી ડેબ્યૂ મેચમાં રઝાઉલ્લાહની 4 વિકેટ
બર્મિંગહામ
તા.10: પાકિસ્તાન વિરૂધ્ધના ત્રીજા અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમે સંપૂર્ણ વર્ચસ્વ
જમાવ્યું છે. પાકિસ્તાનના 133 રનમાં ધબડક બાદ આજે મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડનો પ્રથમ
દાવ 4પ3 રને સમાપ્ત થયો હતો. આથી તેને 320 રનની વિશાળ સરસાઇ મળી છે. ઇંગ્લેન્ડના ડીપ
મીડલઓર્ડર બેટર્સે પાક. બોલરોની ધોલાઇ કરીને વન ડે સ્ટાઇલથી બેટિંગ કર્યું હતું. ઇંગ્લેન્ડના
4પ3 રનના સ્કોરમાં એક પણ સદી નોંધાઇ ન હતી, પણ પાંચ બેટધરે અર્ધસદી ફટકારી હતી.
ઇંગ્લેન્ડ
તરફથી હેરી બ્રુકે 97 દડામાં 6 ચોક્કાથી 7પ રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. એમિલિયો ગે
60 રને આઉટ થયો હતો. ડેન લોરેન્સે 82 દડામાં 9 ચોક્કાથી 6પ રન બનાવ્યા હતા. જેમિ સ્મિથ
84 દડામાં 9 ચોક્કા-1 છક્કાથી 69 રનની આક્રમક ઈનિંગ રમી આઉટ થયો હતો. પૂંછડિયા ખેલાડી
ઓલિ રોબિન્સે અર્ધસદી કરી હતી. તેણે 47 દડામાં 7 ચોક્કા-1 છક્કાથી પ0 રન કર્યાં હતા.
10મા નંબરના જોફ્રા આર્ચરે 32 અને 11મા નંબરના જોશ ટંગે 1પ રન કરી પાકિસ્તાનની બોલિંગ
લાઇનઅપ છિન્નભિન્ન કરી હતી.
ઇંગ્લેન્ડ
તરફથી ચોથી વિકેટમાં 104, પાંચમી વિકેટમાં 86, છઠ્ઠી વિકેટમાં 64, સાતમી વિકેટમાં
38, આઠમી વિકેટમાં 41, નવમી વિકેટમાં 37 અને 10મી વિકેટમાં 44 રનની ભાગીદારી થઇ હતી.
પાકિસ્તાન તરફથી ડેબ્યૂ મેચમાં ઝડપી બોલર રઝાઉલ્લાહે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ અલી
અને મોહમ્મદ ઇમરાને 2-2 વિકેટ લીધી હતી.