• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સ્નાચિંગનો ભોગ બન્યા, મોંઘું પર્સ તથા સામાન લૂંટાયો

મુંબઈથી ટ્રેનમાં મણિનગર સ્ટેશન ઉતર્યા બાદ રિક્ષામાં ઘરે  જતા હતા ત્યારે મોપેડ પર આવેલા બે ઈસમો પર્સ ઝૂંટવીને ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.6 જાણીતા ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સ્નાચિંગનો ભોગ બન્યા છે. મુંબઈથી અમદાવાદ પરત આવી રિક્ષામાં ઘરે જતી વખતે બાઈક પર આવેલા બે ઈસમો તેમનું મોંઘું પર્સ તેમજ સામાનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કાજલ ઓઝા વૈદ્ય દાદરથી ગુજરાત મેઈલ ટ્રેનમાં અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશને સવારે પાંચ વાગ્યે ઉતર્યા હતા. ત્યારબાદ તેમણે વસ્ત્રાપુર ઘરે જવા માટે રિક્ષા કરી હતી. રિક્ષામાં તેમણે પોતાનું લુઈ વિત્તો કંપનીનું બ્રાઉન કલરનું લેડીઝ પર્સ સીટમાં પાસે મુક્યું હતું. રિક્ષા સવારે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી ભૂલાભાઈ ચાર રસ્તા તરફ જઈ રહી હતી ત્યારે બમ્પ આવતા રિક્ષા ધીમી પડી હતી. તકનો લાભ લઈને પાછળથી મોપેડ પર બે ઈસમોએ આવીને રિક્ષામાંથી પર્સની ચીલઝડપ કરી અને ભાગી છૂટ્યા હતા. કાજલ ઓઝા વૈદ્યે

અંગે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ લુઈ વિત્તો કંપનીનું બ્રાઉન કલરનું પર્સ, તેમાં સેમસંગ એસ26 મોડલનો ફોન તથા અન્ય એક મોંઘો ફોન હતો. ઉપરાંત રેમન્ડ વેલ કંપનીની ઘડિયાળ પણ હતી. લેડિઝ પર્સની અંદર અન્ય એક પર્સ પણ હતું જેમાં ખાનગી બેન્કનું એક ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ તથા રોકડા રૂ. 3થી 4 હજાર પણ હતા. બાબતે પોલીસે ગુનો નોંધી સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક