ક્ષ મોટા ધડાકાથી યાત્રીઓમાં ગભરાટ, ગતિ ધીમી હોવાથી 1200 યાત્રીનો આબાદ બચાવ
લુધિયાણા, તા. 6 : પંજાબના લુધિયાણા
રેલ્વે સ્ટેશન પર એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી
કટરા સ્પેશિયલ ટ્રેનનો એક કોચ અચાનક બાજુના કોચથી અલગ થઈ ગયો. ટ્રેન સ્ટેશનથી નીકળી
રહી હતી ત્યારે આ અકસ્માત થયો. 1,200 મુસાફરોના જીવ બચી ગયા હતા. જોરદાર અવાજથી યાત્રીઓમાં
ગભરાટ ફેલાયો હતો. કપલર તૂટતાં આ ઘટના બની હતી.
અહેવાલો અનુસાર, નવી દિલ્હી-શ્રી
માતા વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ ટ્રેન (04081) શનિવારે સવારે લગભગ 2:30 વાગ્યે નવી
દિલ્હીથી રવાના થઈ હતી. ટ્રેન સવારે 8:47 વાગ્યે લુધિયાણા રેલ્વે સ્ટેશન પર પહોંચી.
તેના નિર્ધારિત સ્ટોપ પછી, અચાનક એક સ્લીપર કોચમાંથી જોરદાર અવાજ આવ્યો. અવાજ એટલો
જોરથી હતો કે મુસાફરોને મોટો વિસ્ફોટ થવાનો ડર હતો. થોડીવારમાં જ ખબર પડી કે કોચનો
કનેક્ટિગ ટુકડો તૂટી ગયો હતો અને ડબ્બો અલગ થઈ ગયો હતો. ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટ
ફેલાઈ ગયો અકસ્માત પછી ઘણા મુસાફરો તેમના કોચમાંથી બહાર નીકળી ગયા. તેમણે રેલવે અધિકારીઓને
ઘટના વિશે જાણ કરી. થોડીવાર માટે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ.